નવી દિલ્હીઃ પૂર્વ પાકિસ્તાની કેપ્ટન અને વિકેટકીપર બેટ્સમેન સરફરાજ અહમદ (Sarfaraz Ahmed) ફરી એકવાર સમાચારોમાં છવાઈ ગયો છે. આ વખતે તે પોતની બેટિંગ કે પછી વિકેટકીપિંગના કારણે નહીં પરંતુ ફરી એકવાર બગાસા ખાવાના કારણે ચર્ચામાં છે.
2/ 5
જોકે, ઈંગ્લેન્ડ અને પાકિસ્તાનની વચ્ચે ત્રણ ટેસ્ટ અને ત્રણ ટી20 મેચોની સીરીઝ ખતમ થઈ ગઈ છે. આ સમગ્ર પ્રવાસ દરમિયાન સરફરાજ ટીમની સાથે જ હતો, પરંતુ તેને મેદાન પર ઉતરવાની તક ન મળી.
विज्ञापन
3/ 5
આ દરમિયાન માનચેસ્ટરમાં રમાયલી બીજી ટી20 મેચ બાદ સરફરાજની એક તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ ઝડપથી વાયરલ (Viral Photo) થઈ, જેમાં તે બગાસા ખાતો જોવા મળી રહ્યો છે. જોકે આ તસવીર પર હવે તે ખૂબ ટ્રોલ થઈ રહ્યો છે.
4/ 5
આવું પહેલીવાર નથી થયું કે, તેના બગાસા ખાતી તસવીરો સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ થઈ છે. આ પહેલા પણ તેની આવી તસવીરો વાયરલ થઈ છે. આ વખતે તસવીર વાયરલ થયા બાદ ટ્રોલર્સે કહ્યું કે તે ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં બગાસા ખાનારો પહેલો ક્રિકેટર બની ગયો છે.
5/ 5
ઈંગ્લેન્ડની વિરુદ્ધ ટેસ્ટ સીરીઝમાં પણ તેની આવી તસવીર વાયરલ થઈ હતી. પાકિસ્તાન 0-1થી સીરીઝ હારી ગયું હતું. આ પહેલા 2019 વનડે વર્લ્ડ કપમાં ભારત વિરુદ્ધની મેચમાં પણ વિકેટકીપિંગ કરતી વખતે તેની બગાસું ખાતી તસવીર વાયરલ થઈ હતી.