

ભારતીય કેપ્ટમ મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni)ની નિવૃત્તિ લેવાની વાત પાછલા કેટલાય સમયથી ચર્ચામાં છે. વર્લ્ડ કપ 2019માં ન્યૂઝીલેન્ડ (New Zealand) વિરુદ્ધ રામાયેલી મેચ પછી ધોની મેદાન પર નથી ઉતર્યા. તેવામાં સતત તેવો ક્યાસ લગાવવામાં આવી રહ્યો છે કે ધોનીએ ક્રિકેટને હંમેશા માટે વિદાય કહી છે કે શું? વળી ચર્ચા થઇ કે આઇપીએલની સાથે તે વાપસી કરશે. પણ કોરોના વાયરસના કારણે આઇપીએલ સ્થગિત કરવામાં આવી છે. હવે ધોનીના મેનેજર મિહીર દિવાકર, માહીની નિવૃત્તિને લઇને નવી અપટેડ આપી છે.


મિહીર દિવાકરનું કહેવું છે કે ધોની (MS Dhoni) હાલ નિવૃત્તી મામલે નથી વિચારી રહ્યા. પીટીઆઇને આપેલા ઇન્ટરવ્યૂમાં તેમણે ધોની વિષે વાત કરતા કહ્યું કે એક મિત્ર હોવાના કારણે અમે ક્રિકેટ વિષે વાત નથી કરતા. પણ તેમને જોઇને તેવું લાગતું નથી કે તે જલ્દી નિવૃત્તિ લે. તે આઇપીએલમાં રમવા માટે તૈયાર છે. અને આ માટે તેમણે ખૂબ મહેનત કરી છે.


આઇપીએલથી એક મહિના પહેલા તે ચેન્નઇ પહોંચી ગયા હતા. અને લોકડાઉનમાં પણ સતત ધોની પોતાની ફિટનેસને લઇને કામ કરી રહ્યા હતા. હવે રાહ બસ તે વાતની જોવાની છે કે બધુ પહેલા જેવું સામાન્ય થઇ જાય. મેનેજરે એ પણ કહ્યું કે ધોની લોકડાઉન પૂરું થવા પછી ફરીથી પ્રેક્ટિસ શરૂ કરશે.


મહેન્દ્ર સિંહ ધોની વર્લ્ડ કપ (ICC World Cup)ના પછી જ તે મેદાનમાં નથી ઉતર્યા. વર્લ્ડ કપના ઠીક પછી તે વેસ્ટઇન્ડિઝ પ્રવાસ પર જવાના બદલે તે આર્મી ટ્રેનિંગ લેવા કાશ્મીર જતા રહ્યા હતા.


14 દિવસની ટ્રેનિંગ પછી તે ટીમમાં નથી આવ્યા. આ વર્ષે આઇપીએલની સાથે જ તે ફરી ક્રિકેટમાં સક્રિય થયા હતા. બે માર્ચે ધોની અન્ય સાથીઓ સાથે ચેન્નઇ સુપર કિંગ્સ (Chennai Super Kings)ના કેમ્પમાં પહોંચ્યા. ટ્રેનિંગ દરમિયાન તેમના અનેક વીડિયો વાયરલ થયા જેમાં તેમનો શાનદાર ફોર્મ ઉડીને નજરે આવતો હતો. હવે આશા રાખવામાં આવી રહી ચે કે ધોની આઇપીએલના સહારે ફરી એક વાર ટીમ ઇન્ડિયા અને ક્રિકેટમાં વાપસી કરે.