નવી દિલ્હીઃ આઈપીએલ (IPL)ની 13મી સીઝન માટે મુખ્ય પ્રાયોજક વીવો (Vivo) હટી ગયા બાદ બીસીસીઆઈ (BCCI) નવા સ્પોન્સરની શોધમાં છે. મળતા અહેવાલો મુજબ, યોગ ગુરુ બાબા રામદેવ (Baba Ramdev)ની કંપની પતંજલિ (Patanjali)એ આઈપીએલ 2020 (IPL 2020)ની સ્પોન્સરશિપ માટે બોલી લગાવી શકે છે. ઇકોનોમિક્સ ટાઇમ્સ મુજબ, પતંજલિના સ્પોક્સપર્સન એસ. કે. તિજરવાલાએ કહ્યું કે, પતંજલિને ગ્લોબલ બ્રાન્ડ બનાવવા માંગે છે અને આ પ્રકારથી અમે આઈપીએલ સ્પોન્સરશિપ વિશે વિચારી રહ્યા છે. (ફાઇલ તસવીર)