

નવી દિલ્હી : જોગિન્દર શર્મા (Joginder Sharma)ને ભારતીય ક્રિકેટ ઇતિહાસમાં અત્યાર સુધી ફક્ત એક ઓવર માટે યાદ કરવામાં આવે છે. તેણે એક ઓવરથી બધાના દિલ જીતી લીધા હતા. 2007ના ટી-20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે અંતિમ ઓવરે જોગિન્દરને નાયક બનાવી દીધો હતો. જોગિન્દરે અંતિમ ઓવરમાં પોતાના બોલ પર મિસ્બાહ ઉલ હકને આઉટ કરી ભારતને પ્રથમ ટી-20 વર્લ્ડ કપ અપાવ્યો હતો. જોકે હાલના દિવસોમાં આ બોલર કોરોના વાયરસ (Coronavirus)ના કારણે ચર્ચામાં છે.


જોગિન્દર હરિયાણા પોલીસમાં ડીએસપીના પદ પર છે અને તે આ મહામારીમાં લોકોના જીવ બચાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે. ક્રિકઇન્ફો સાથેની વાતચીતમાં જોગિન્દરે જણાવ્યું હતું કે તે કેવી રીતે 24 કલાક કામ કરી રહ્યો છે અને તે હંમેશા ઇમરજન્સી માટે તૈયાર રહે છે. તે એ વાત પર ધ્યાન આપી રહ્યો છે કે લોકો લોકડાઉનનું પૂરી રીતે પાલન કરે.


જોગિન્દરે જણાવ્યું કે તેનો દિવસ સવારે 6 કલાકેથી શરુ થાય છે અને રાત્રે 8 કલાકે ઘરે પરત ફરી શકે છે. કાયદાથી કહું તો હું 24 કલાકની સેવા માટે તૈયાર રહે છે અને તે ના કહી શકતો નથી. તેણે જણાવ્યું હતું કે તે હિસારના ગ્રામિણ વિસ્તારમાં કામ કરે છે. હાલ ચેક પોસ્ટ પર કામ કરવાનું હોય છે. જ્યાં ફક્ત ટ્રેન અને બસ ડ્રાઇવરોને સમજાવવા જ પડતા નથી, સામાન્ય લોકોને આ મહામારી વિશે જાણકારી આપવાની હોય છે.


જોગિન્દરે ખુલાસો કર્યો હતો કે આ મહામારી દરમિયાન તેણે ઘરે ન જવાનો નિર્ણય કર્યો છે. તેનું ઘર હિસારથી ફક્ત 110 કિમી દૂર છે પણ તે ઘરે જતો નથી. જોગિન્દર કોઈ જોખમ લેવા માંગતો નથી. તેના સંપર્કમાં આવવાથી પરિવારને મુશ્કેલમાં મુકવા માંગતો નથી. તે હાલના સમયે રોહતકમાં રહે છે. જે તેના શહેર હિસારથી 110 કિમી જ દૂર છે છતા ઘરે નહીં જવાનો નિર્ણય કર્યો છે.