તાજેતરમાં જ વર્લ્ડકપ ટ-20 દરમિયાન વેસ્ટઇન્ડિઝના ક્રિકેટર ડોન બ્રાવોએ નિવૃત્તિની જાહેરાત કરી દીધી. આ સાથે જ ક્રિસ ગેલની નિવૃત્તિના (chris gayle Retirement) સમાચાર પણ સામે આવ્યા હતા. જોકે, ગેલે સ્પષ્ટતા કરી છે કે તે હાલમાં નિવૃત્ત થયો નથી. અહેવાલો મુજબ તે વેસ્ટઇન્ડિઝમાં પોતાના વતન જમૈકામાં છેલ્લી મેચ રમવા માંગે છે. જોકે, ક્રિસ ગેલની નિવૃત્તિના સમાચાર સામે આવ્યા છે ત્યારે તેના વિશે જાણવામાં અનેક લોકોને રસ પડશે. ક્રિસ ગેલ વૈભવી જિંદગી જીવવા માટે જાણીતો છે. ફેશન ડિઝાઇનર પત્ની ( Chris Gayle wife fashion designer natasha berridge) સાથે બિંદાસ્ત જીવન જીવતો યુનિવર્સલ બોસ ગેલ ખરા અર્થમાં જિંદગીને માણે છે.
વેસ્ટઇન્ડિઝનો આ ક્રિકેટર હંમેશા પોતાની આગવી જીવનશૈલીના કારણે ચર્ચામાં રહે છે. પોતાની ફેશન ડિઝાઇનર પત્ની સાથે જાત જાતના કપડાં પહેરીની તસવીરો પડાવવાથી લઈને પાર્ટી માટે જાણીતો ગેલ હંમેશા હેડલાઇનમાં રહે છે. જોકે, ક્રિસ ગેલની જેમ તેની પત્ની પણ શોખીન છે. ગેલે વ્યવસાયે ફેશન ડિઝાઇનર નતાશા બેરીજ સાથે વર્ષ 2016માં લગ્ન કર્યા હતા અને તેમને એક પુત્રી પણ છે.