ચેન્નાઈ સુપર કિંગ્સનું સ્વામિત્વ ચેન્નાઈ સુપર કિંગ્સ ક્રિકેટ લિમિટેડ પાસે છે. આ આઈપીએલની સૌથી સફળ ટીમ છે. 2010, 2011 અને 2018માં ચેમ્પિયન બનનારી આ ટીમ 2008, 2012, 2013 અને 2015માં રનર્સ અપ રહી હતી. જ્યારે 2009 અને 2014માં ટીમ સેમિફાઇનલમાં પહોંચી હતી. 2008થી 2018 વચ્ચે આ ટીમ 148 મેચ રમ્યું છે. જેમાં 90માં જીત મેળવી છે અને 56માં પરાજય થયો છે. એક મેચ ટાઇ રહી છે. ટીમની સફળતા 61.56 ટકા છે. જે એક રેકોર્ડ છે.
ઓક્શન 2019 - ચેન્નાઈએ ગત સિઝનમાં ઘણા ખેલાડીઓને પોતાની સાથે રાખ્યા હતા અને આ વર્ષે ઓછા ખેલાડીઓને હરાજીમાં ખરીદ્યા હતા. આ ખેલાડીઓમાંથી એક છે મોહિત શર્મા. જે પહેલા પણ ચેન્નાઈનો સભ્ય રહ્યો છે. ટીમે મોહિત માટે પાંચ કરોડ રુપિયા ચૂકવ્યા હતા. આ સિવાય કેદાર જાધવ અને અંબાતી રાયડુ જેવા ખેલાડી છે, જે ચર્ચામાં રહેશે.
25 ખેલાડીઓની આ ટીમમાં 8 વિદેશી અને 17 ભારતીય છે. એમએસ ધોની (કેપ્ટન), ફાફ ડુ પ્લેસિસ, શેન વોટ્સન, મુરલી વિજય, સુરૈશ રૈના, કેદાર જાધવ, અંબાતી રાયડુ, ચેતન્ય બિશ્નોઈ, સેમ બિલિંગ્સ, ધ્રુવ શૌરે, રુતુરાજ ગાયકવાડ, એન જગદીશન, રવીન્દ્ર જાડેજા, ડ્વેન બ્રાવો, મોનુ કુમાર, ડેવિડ વિલી, કર્ણ શર્મા, ઇમરાન તાહિર, હરભજન સિંહ, મિચેલ સાન્તેનર, શાર્દુલ ઠાકુર, દીપક ચાહર, કેએમ આસિફ, મોહિત શર્મા, લુંગી એન્ગિડી.