ભારતીયોને ક્રિકેટ ખૂબ જ પસંદ છે. જેથી ક્રિકેટરો (Indian cricketers) પૈસા અને નામના મેળવે છે. ઘણા ક્રિકેટર રાતોરાત કરોડપતિ થઈ ગયા છે. તેઓ આલીશાન મકાનોમાં રહેવા અને મોંઘી કાર (expensive cars)માં ફરવા લાગ્યા છે. આજે અહીંયા એવા ક્રિકેટર્સ વિશે જાણકારી આપવામાં આવી છે, જેમની પાસે ખૂબ જ એક્સપેન્સીવ કાર છે.
યુવરાજ સિંહ (Yuvraj Singh) યુવરાજ સિંહ પાસે કારનું ખૂબ જ સારું કલેક્શન છે. જેમાં કાર લેમ્બર્ગિની મર્સિએલાગો LP 640-4નો પણ સમાવેશ થાય છે. યુવરાજ સિંહ રેગ્યુલર બેઝિસ પર આ કારનો ઉપયોગ કરે છે. યુવરાજ સિંહે મર્સિએલાગો બુદ્ધ ઈન્ટરનેશનલ સર્કિટની આસપાસ ડ્રાઈવ કરી છે, જે દેશની એકમાત્ર ફોર્મ્યુલા સર્કિટ છે. ક્રિકેટરોમાં સૌથી મોઘી કાર યુવરાજ સિંહ પાસે છે. જેમાં 6.5 લીટર અને V12 પેટ્રોલ એન્જીન છે જે 631 Bhp ને 660 Nm ઉત્પન્ન કરે છે. આ કારની કિંમત રૂ.3.5 કરોડ હતી, કંપની દ્વારા આ કારનું વેચાણ બંધ કરી દેવામાં આવ્યું છે.
વિરાટ કોહલી (Virat Kohli) ભારતીય સ્કિપર વિરાટ કોહલી પાસે ઓડી કારનું કલેક્શન છે. તે ઓડી ઈન્ડિયાનો બ્રાન્ડ એમ્બેસેડર છે. તેની પાસે લક્ઝુરિયસ Audi R8 LMX કાર છે. આ કારની કિંમત રૂ.2.97 કરોડ છે. તેની પાસે રહેલી બધી જ કારમાં આ સૌથી મોંઘી કાર છે. આ કારમાં 5.2-લિટર નેચરલી એસ્પિરેટેડ V10 એન્જિન છે. જે 570 Bhp નો વધુમાં વધુ પાવર અને 540 Nm નો પીક ટોર્ક ઉત્પન્ન કરે છે.
સચીન તેંડુલકર (Sachin Tendulkar) સચીન તેંડુલકર ભારત માટે 20 વર્ષ કરતા વધુ સમય સુધી ક્રેકિટ રમ્યા છે. તેમને સૌથી વધુ ફાસ્ટ કાર પસંદ છે, તેમની પાસે ફરારી છે. તેમની પાસે સૌથી મોંઘી BMW i8 છે. BMW i8 માં 1.5 લીટર 3 સિલિન્ડર પેટ્રોલ એન્જિન છે. જે 231 bhp અને 320 Nm નો પીક ટોર્ક ઉત્પન્ન કરે છે. આ કારમાં ઈલેક્ટ્રિક મોટર પણ છે.
હાર્દિક પંડ્યા (Hardik Pandya) ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને બ્લિંગ ખૂબ જ પસંદ છે. તેની પાસે લેન્ડ રોવર રેન્જ રોવર છે. આ કારની કિંમત રૂ.1.66 કરોડ છે. હાર્દિક પંડ્યાને આ કાર ખૂબ જ પસંદ છે. આ ક્રિકેટર પાસે લક્ઝુરિયસ કાર અને મર્સિડીઝ AMG G63 ઉપરાંત લેમ્બર્ગિની હુરાકન ઇવો પણ છે. જેની કિંમત રૂ.3.73 કરોડ છે.
મહેન્દ્રસિંહ ધોની (MS Dhoni) મહેન્દ્રસિંહ ધોની પાસે Audi Q7, Mitsubishi Pajero SFX, Land Rover Freelander 2, Ferrari 599 GTO અને the Jeep Grand Cherokee Trackhawk છે. નિસાન જોંગા જીપ ભારતીય સેના માટે બનાવવામાં આવી છે. આ કાર મહેન્દ્રસિંહ ધોની પાસે પણ છે. ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન ધોની પાસે Hummer H2 કાર પણ છે. આ કારની કિંમત રૂ. 75 લાખ છે.
શિખર ધવન (Shikhar Dhawan) શિખર ધવનને ગબ્બર પણ કહેવામાં આવે છે. તેમની પાસે મર્સિડીઝ GL 350 CDI, લક્ઝરી SUV છે, જેની કિંમત રૂ.80 લાખ છે. લક્ઝરી SUV માં ઈઝી એન્ટ્રી સિસ્ટમ, ટેમ્પરેચર કંટ્રોલ્ડ કપ હોલ્ડર્સ, રિઅર સીટ એન્ટરટેઈનમેન્ટ સિસ્ટમ તથા અન્ય ફીચર પણ આપવામાં આવ્યા છે. આ કારનું ઈમ્પોર્ટન્ટ ફીચર નાઈટ વ્યૂ આસિસ્ટ પ્લસ સિસ્ટમ છે. જેમાં ઈન્ફ્રારેડ કેમેરા, ઈન્ફ્રારેડ હેડલેમ્પ્સ અને ઈમેજિસને એનેલાઈઝ કરવા માટે ઓન-બોર્ડ કમ્પ્યૂટર પણ છે.