બ્રાઝિલિયન (Brazil)ફૂટબોલર હલ્ક (footballer Hulk)ચોથી વખત પિતા બનવાનો છે. હલ્કના પ્રેમની કહાની અનોખી છે. હલ્ક પોતાની પત્ની ઇરાન એન્જલોની (Iran Angelo) ભાણીના પ્રેમમાં પડ્યો હતો. આ પછી પોતાની પત્ની સાથેનો 12 વર્ષનો સંબંધ તોડીને પત્નીની ભાણી સાથે લગ્ન કર્યા હતા. હવે આ હલ્ક બીજી પાર્ટનર કેમિલાના બાળકનો પિતા બનવાનો (footballer Hulk Wife Camila Angelo Pregnant)છે. હલ્કે આ જાણકારી Instagram Account પર શેર કરી છે. તમને જણાવી દઈએ કે હલ્ક અને તેની પત્નીની ભાણી વચ્ચેનો પ્રેમ ચર્ચામાં રહ્યો હતો અને તેની ઘણી ટિકા પણ થઇ હતી.
2019ના અંતમાં હલ્કે એ વાતનો ખુલાસો કર્યો હતો કે તે પોતાની પત્નીની ભાણી સાથે રિલેશનશિપમાં છે. તેણે પોતાના માતા-પિતા અને કેમિલાના ભાઈ સામે આ સંબંધનો સ્વીકાર કર્યો હતો. આ દરમિયાન હલ્કની પ્રથમ પત્ની ઇરાન એન્જલોએ આ સંબંધ પર પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે હલ્કે તેને જીવનનો સૌથી મોટો સદમો આપ્યો છે. (All Photo Credit- Instagram)