Fastest Bowling Recrods : ફાસ્ટ બોલર (Fas Bowlers) તરીકે આજે પણ શોએબ અખ્તર (Shoaib Akhtar) અને ગ્લેન મેકગ્રા જેવા નામ જાણીતા છે. જે બોલર 140 કિમિ પ્રતિ કલાકે બોલિંગ કરી શકે તેને સારો ફાસ્ટ બોલર માનવામાં આવે છે. જોકે, રાવલપિંડી એક્સપ્રેસ તરીકે ઓળખાતા શોએબ અખ્તરે 161.3 કિમિ પ્રતિ કલાકની ઝડપે બોલ નાંખી (Fastes Bowl by shoaib Akhtar) વિક્રમ સર્જી દીધો હતો. 2003માં વર્લ્ડ કપ દરમિયાન તેણે ઇંગ્લેન્ડ સામેની મેચમાં આ રેકોર્ડ બનાવ્યો હતો. અખ્તરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધાને એક દાયકો થઈ ગયો છે. પરંતુ તેનો તે રેકોર્ડ (Shoaib Akhtar Fastest Bowling Recrod) અકબંધ છે. અત્યારના સમયમાં ક્રિકેટની રમતમાં બેટ્સમેનો બોલરો પર ભારે પડે છે. અત્યારે ખૂબ ઓછા બોલર છે, જેઓ ભરપૂર ગતિએ બોલ ફેંકતા હોય છે. આજે અહીં અખ્તરની ઝડપ જેટલી ગતિએ બોલ ફેંકી શકે તેવા બોલર અંગે જાણકારી આપવામાં આવી છે.
પેટ કમિન્સ Pat Cummins ઓસ્ટ્રેલિયન ટેસ્ટ કેપ્ટનની બોલિંગમાં પુષ્કળ વિવિધતા છે અને તે તેની ઝડપી ગતિની ડિલિવરીથી બેટ્સમેનોને મુશ્કેલીમાં મૂકી શકે છે. ઓસ્ટ્રેલિયાના ટેસ્ટ સુકાની તરીકે નિમણૂંક થયા બાદ કમિન્સે ગબ્બા ખાતેની પ્રથમ ટેસ્ટમ તેનો સૌથી ઝડપી બોલ ફેંક્યો હતો, જે 153.78 કિ.મી.(95.55 MPH)ની ઝડપે નોંધાયો હતો.
જોફ્રા આર્ચર jofra archer ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર જોફ્રા આર્ચર પોતાના ટ્વીટ્સ દ્વારા ભવિષ્યની ઘટનાઓની આગાહી કરવા માટે ખૂબ જ જાણીતો છે, તેના બાઉન્સરોનો ખરાબ અનુભવ સ્ટીવ સ્મિથ સહિતના ખેલાડીઓને થઈ ચૂક્યા છે. જોફ્રા આર્ચર માટે વર્ષ 2019 ખૂબ જ ખાસ રહ્યું હતું. કારણ કે તેણે ઈંગ્લેન્ડ તરફથી ડેબ્યૂ કર્યું હતું અને ટીમને વર્લ્ડ કપ જીતવામાં મદદ કરી હતી. 2020માં IPLની મેચમાં ઈંગ્લેન્ડના સુકાની ઈયોન મોર્ગન સામે બોલિંગ કરતી વખતે આર્ચરે 152.1 કિ.મી.ની ઝડપે બોલ ફેંક્યો હતો અને બીજો બોલ પણ 150ની ઝડપે રહ્યો હતો.
મિચેલ સ્ટાર્ક Mitchell starc : સ્ટાર્કે બેટ્સમેનોના સ્ટમ્પને ઉખાડી ફેંકતા યોર્કર ફેંકવામાં મિચેલ સ્ટાર્ક માહેર છે. તેણે 2020-21ની એશિઝની શરૂઆત ઈંગ્લેન્ડના ઓપનર રોરી બર્ન્સને ખૂબ સારી રીતે આઉટ કર્યો હતો. મિચેલ સ્ટાર્ક આંતરરાષ્ટ્રીય બોલરોમાં સૌથી ઝડપી ડિલિવરી ફેંકવાનું સન્માન ધરાવે છે. તેણે 2015માં ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ટેસ્ટ મેચ દરમિયાન રોસ ટેલર સામે 160.4 કિ.મી.ની ઝડપે બોલ ફેંક્યો હતો.
એન્રિચ નોર્ટજે Anrich nortje : સાઉથ આફ્રિકાના એન્રિચ નોર્ટજે 2020માં દિલ્હી કેપિટલ્સમાં જોડાયા બાદ ઇન્ડિયન પ્રીમિયર લીગ 2021માં દસમાંથી આઠ સૌથી ઝડપી બોલ ફેંક્યા છે. સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની મેચની તેની પ્રથમ ઓવરમાં જ તેણે બે વખત 150ની ઝડપથી બોલ ફેંક્યો હતો. આ ઉપરાંત તેણે IPL 2020ના ઇતિહાસમાં સૌથી ઝડપી ડિલિવરી (156 કિ.મી.ની ઝડપ) ફેંકી હતી. તે અખ્તરનો રેકોર્ડ તોડી શકે છે. ભારતીય સ્પિનર રવિચંદ્રન અશ્વિનને પણ તેના વખાણ કર્યા હતા.
<br />ઉમરાન મલિક Umran Malik :શ્રીનગરના યુવા બોલર ઉમરાન મલિકે પોતાની બીજી ગેમમાં 152.95 કિ.મી.ની ઝડપે બોલ નાંખ્યો હતો. જેને IPLમાં ભારતીય બોલરે ફેંકેલી સૌથી ઝડપી ડિલિવરી ગણાય છે. મલિકે સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી રમતી વખતે ત્રણ મેચના અનેક વખત 150નો આંકડો પાર કર્યો હતો, જોકે તેણે માત્ર બે વિકેટ ઝડપી હતી. હૈદરાબાદ ફ્રેન્ચાઇઝીએ તેના પર વિશ્વાસ દર્શાવ્યો છે અને તેને આઇપીએલ 2022 માટે જાળવી રાખ્યો છે.