

નવી દિલ્હી : બોડીબિલ્ડર યૂરી તોલોચકો લગ્નના બંધનમાં બંધાયો છે. તેણે પોતાની સેક્સ ડોલ ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કર્યા છે. બે વર્ષ સુધી ડેટ કર્યા પછી યૂરીએ પોતાની સેક્સ ડોલ ગર્લફ્રેન્ડ માર્ગો સાથે લગ્ન કર્યા છે. (ફોટો ક્રેડિટ : yurii_tolochko ઇંસ્ટાગ્રામ)


આ બોડીબિલ્ડરે ઇંસ્ટાગ્રામ પર પોતાની વેડિંગ સેરેમનીની કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં તે કાળા રંગના શૂટમાં જોવા મળે છે. જ્યારે માર્ગો સફેદ રંગના ગાઉનમાં જોવા મળી રહી છે.


કેક કાપ્યા પહેલા અને પ્રથમ વખત ડાન્સ કરતા પહેલા આ કપલે મહેમાનો સાથે ફોટા પણ પડાવ્યા હતા. (ફોટો ક્રેડિટ : yurii_tolochko ઇંસ્ટાગ્રામ)


કઝાખસ્તાનના યૂરી અને માર્ગો 2019થી ડેટ કરી રહ્યા છે. કથિત રીતે તે એક નાઇટ ક્લબમાં મળ્યા હતા. ત્યારથી યૂરી માર્ગો સાથે રિલેશનશિપમાં છે. (ફોટો ક્રેડિટ : yurii_tolochko ઇંસ્ટાગ્રામ)


યૂરી સિવાય માર્ગોનું પણ ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ છે અને આ એકાઉન્ટ પર બંનેની ઘણી તસવીરો છે. (ફોટો ક્રેડિટ : yurii_tolochko ઇંસ્ટાગ્રામ)