

ટીમ ઇન્ડિયાના ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારનો આજે જન્મ દિવસ છે. 5 ફેબ્રુઆરી 1990ના રોજ ઉત્તર પ્રદેશના બુલંદશહેરમાં જન્મેલ આ ખેલાડી બાળપણથી જ ક્રિકેટર બનવા માંગતો હતો. રમત પ્રત્યે સમર્પણની ભાવનાના કારણે આજે ભુવી ટીમ ઇન્ડિયાનો સૌથી મહત્વપૂર્ણ બોલર બની ચૂક્યો છે.


જોકે એ જાણીને નવાઈ લાગશે કે ભુવનેશ્વર ભલે ટીમનો સ્ટાર બોલર પણ તેની પત્ની નૂપુરનો ફેવરિટ ખેલાડી ભુવનેશ્વર કુમાર નથી.


નૂપુરને એક ઇન્ટરવ્યૂમાં તેના ફેવરિટ ખેલાડી વિશે સવાલ કર્યો હતો તો તેણે પોતાના પતિ અને ટીમ ઇન્ડિયાના ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારનું નામ લીધું ન હતું.


નૂપુરે કહ્યું હતું કે તેનો ફેવરિટ ખેલાડી મહેન્દ્રસિંહ ધોની છે. નૂપુરને તેની બેટિંગ જોવામાં ઘણી મજા આવે છે. તે ધોનીની ઘણી પ્રશંસક છે.


ભુવનેશ્વરની પત્ની નૂપુર સોફ્ટવેર એન્જીનિયર છે અને બંનેના લગ્ન નવેમ્બર 2017માં થયા હતા. બંને બાળપણના મિત્ર છે.