ભારતીય ટીમના ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારે પોતાની સ્વિંગની ધારથી મોટી ટીમોને પરાસ્ત કરી દીધી હતી, પરંતુ જ્યારે જીવનની પીચની વાત આવે તો તે પોતે જ ક્લીન બોલ્ડ થઈ ગયો હતો. ભુવીની ગણતરી ભારતીય પેસ ટીમના કાતિલ બોલરોમાં થાય છે. વર્ષ 2017 માં, તેણે તેની બાળપણની પ્રેમિકા નુપુર નાગર સાથે લગ્ન કર્યા હતા. (ભુવનેશ્વર કુમાર ઇન્સ્ટાગ્રામ)
સાથે રમતા રમતા બંનેની મિત્રતા ગાઢ થતી રહી. આ દરમિયાન ભુવનેશ્વર કુમારે નૂપુરને પ્રપોઝ કર્યું હતું. એક ઈન્ટરવ્યુ દરમિયાન નૂપુરે જણાવ્યું હતું કે ભુવીએ તેને ત્રણ વખત પ્રપોઝ કર્યું હતું. ત્યારે જઈને તેણીએ હા પાડી હતી. પ્રથમ વખત ભારતીય બોલરે તેને ફોન પર ટેક્સ્ટ મેસેજ મોકલ્યો હતો. બીજી વાર તેણે નુપુરને ફોન કર્યો હતો. પછી છેવટે રૂબરૂ મળીને તેણે નૂપુરને પોતાના દિલની વાત કહી દીધી હતી. (Nupur Nagar Instagram)
નૂપુર જે તે સમયે પોતાની કારકિર્દી વિશે ઘણી સભાન હતી અને તે સોફ્ટવેર એન્જિનિયરિંગનો અભ્યાસ કરતી હતી. પણ તે સમયે, ભુવીના ભવિષ્ય વિશે કોઈ ગેરંટી નહોતી. ત્યારે તો તે રણજી ક્રિકેટ પણ રમી રહ્યો ન હતો. તેમ છતાં નૂપુર સંબંધ માટે તૈયાર હતી અને પ્રેમ માટે ટકી રહી હતી. નુપુરે પોતાના ઈન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે ધીમે ધીમે ભુવનેશ્વર કુમારની કરિયરમાં પણ સ્પીડ આવી હતી અને તેણે ડોમેસ્ટિક ક્રિકેટ રમવાનું શરૂ કર્યુ હતું. (Nupur Nagar Instagram)
ભુવનેશ્વર કુમાર ઉત્તર પ્રદેશની ટીમ માટે રણજી ક્રિકેટ રમવાના કારણે ઘણીવાર ઘરથી દૂર રહેતો હતો. જેના કારણે બંનેના સંબંધોમાં પણ દેખીતી રીતે જ અંતર પણ આવી ગયું હતું. નૂપુરે જણાવ્યું હતું કે લોંગ ડિસ્ટન્સના કારણે બંને વચ્ચે ઝઘડાઓ શરૂ થઈ ગયા હતા અને ઘણી વખત આ લવ-બર્ડ્સ વચ્ચેની વાતચીત પણ લાંબા સમય સુધી બંધ થઈ ગઈ હતી. (Nupur Nagar Instagram)
ભુવનેશ્વર કુમારે તેની લવ સ્ટોરી વિશે જણાવ્યું હતું કે તેનો અને નુપુરનો પરિવાર ક્યારેય તેમની સિક્રેટ લવ સ્ટોરીને પકડી શક્યો નહોતો. પણ આખરે ભુવીના પરિવારને એક બહારની જ વ્યક્તિની મદદથી તેમની લવ સ્ટોરી વિશે ખબર પડી હતી. આખરે ભારતીય ફાસ્ટ બોલરનો પરિવાર લગ્ન માટે સંમત થયો હતો પરંતુ નુપુરના પરિવારને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો.ભુવી અને નુપુરે મળીને પરિવારોને સમજાવ્યા હતા. અને એકબીજાને ખૂબ પ્રેમ કરતાં બે પંખિડા એકબીજા સાથે પરણી ગયા હતા અને ઘર સંસાર માંડ્યો હતો. (Nupur Nagar Instagram)