માથાથી લઈને પગ સુધી ઢંકાઈને તલવાર બાજી (fencing) કરનાર ખેલાડી ભવાની દેવી ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics) માટે ક્વોલિફાઈ કરનારી પહેલી ભારતીય તલવારબાજ (first Indian swordsman to qualify) છે. સીએ ભવાની દેવીએ (Bhavani devi qaulify for tokyo Olympics) સ્કૂલ સમયમાં મજબૂરીમાં આ રમતની પસંદગી કરી હતી. કારણ કે તેમની પાસે આના સિવાય અન્ય કોઈ વિકલ્પ ન્હોતો. ચેન્નાઈની 27 વર્ષીય આ ખેલાડી ઇતિહાસ રચ્યા બાદ છેલ્લા કેટલાય સમયથી ઈટાલીમાં આ રમતનો અભ્યાસ કરી રહી હતી. (PIC: SAI Media)
ભવાની દેવીના જણાવ્યા પ્રમાણએ સ્કૂલમાં તલવારબાજી સહિત છ રમતોના વિકલ્પ હતા. જ્યારે મારું નામાંકન થયું ત્યાં સુધી અન્ય રમતોમાં બધી જગ્યાઓ ભરાઈ ગઈ હતી. મારી પાસે તલવાર બાજી કરવા સીવાય કોઈ વિકલ્પ ન્હોતો. આ એક માત્ર એવી રતમ હતી જેના વિશે લોકો વધારે જાણતા ન્હોતા. મેં ગંભીરતાથી આમાં હાથ અજમાવવાનો નિર્ણય કર્યો હતો (Bhavani Devi/Instagram)