ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympic)માં હોકીની સેમિફાઈનલમાં Hockey Semifinals) બેલ્જિયમે ભારતની પુરુષ ટીમને 4-2થી હરાવી દીધી હતી. શું તમને ખબર છે કે ભારતની સરખામણીએ બેલ્જિયમ વસ્તી અને ક્ષેત્રફળની દ્રષ્ટીએ ખૂબ જ નાનો દેશ છે. ભારતમાં 130 કરોડ કરતા અધિક વસ્તી છે, બેલ્જિયમમાં માત્ર 1.5 કરોડની જ વસ્તી છે. યૂરોપીયન દેશ બેલ્જિયમ આવી અનેક વિશેષતાઓ ધરાવે છે. આમ જોવા જઈએ તો હાલના અમદાવાદ અને સુરતની વસ્તી જેટલી વસ્તી ઘરાવતા એ દેશે આપણને ઓલિમ્પિકમાં હરાવ્યું કહેવાય
બેલ્જિયમમાં 1.5 કરોડ વસ્તી છે. આ દેશમાં પ્રતિ કિલોમીટર માત્ર 376 લોકો રહે છે. આ દેશમાં ઈસાઈ ધર્મના 60 ટકા લોકો રહે છે અને 7 ટકા લોકો ઈસ્લામ ધર્મમાં માને છે. ઉપરાંત આ દેશમાં 30 ટકા એવી વસ્તી છે, જે કોઈપણ પ્રકારનો ધર્મ માનતી નથી. દુનિયાના તમામ દેશોમાં ઘર્મમાં ન માનનારા લોકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.
બેલ્જિયમના પાડોશી દેશમાં જર્મની, ફ્રાંસ, નેધરલેન્ડ અને લક્સમબર્ગ જેવા દેશ છે. આ દેશની સીમાઓ પાડોશી દેશ માટે ખોલવામાં આવી છે. લોકો એકબીજાના દેશમાં આરામથી અવરજવર કરી શકે છે. બ્રસેલ્સ આ દેશની રાજધાની છે અને એંટવર્પ, ઘેંટ, ચાર્લેરોઈ, લિગે, બ્રજ્સ, નેમર અને નદુને જેવા મોટા શહેરો છે. આ દેશમાં રાજાશાહીની સાથે સાથે સંસદીય પ્રણાલી ખૂબ જ સારી રીતે કામ કરી રહી છે.
મધ્યયુગની સમાપ્તિને લઈને 17મી સદી સુધી બેલ્જિયમ વેપાર અને સંસ્કૃકિનું એક સમૃદ્ધ કેન્દ્ર હતું. 16મી સદીથી લઈને વર્ષ 1830માં બેલ્જિયમની ક્રાંતિ સુધી યૂરોપીય શક્તિઓની વચ્ચે બેલ્જિયમે અનેક ક્ષેત્રે લડાઈઓ લડી છે. જેથી બેલ્જિયમને યૂરોપના યુદ્ધ મેદાનનું બિરુદ મળ્યું છે. જે બે વિશ્વયુદ્ધોના કારણે વધુ મજબૂત બન્યું.
બેલ્જિયમ એક સંવૈધાનિક અને સંસદીય લોકતંત્ર છે, જ્યાં લોકપ્રિય રાજાશાહી છે. ભારતની જેમ બેલ્જિયમમાં સંસદના બે અંગ છે, એક સીનેટ છે અને બીજું છે ચેમ્બર ઓફ રિપ્રેઝન્ટેટીવ. સીનેટમાં 40 રાજકારણીઓની સીધી ચૂંટણી થાય છે, જેમાં 21 પ્રતિનિધિ હોય છે. ચેમ્બર ઓફ રિપ્રેઝન્ટેટીવમાં સભ્યોની સંખ્યા 150 હોય છે. બેલ્જિયમ એવા દેશોમાંથી એક છે, જ્યાં મતદાન ફરજિયાત છે. બેલ્જિયમમાં લોકો ઉત્સાહથી મતદાન કરે છે. રાજા (વર્તમાનમાં આલ્બર્ટ દ્વિતીય) દેશના મુખ્ય વ્યક્તિ છે, પરંતુ તેમના વિશેષ અધિકાર સીમિત છે.
બેલ્જિયમ એક મજબૂત અર્થવ્યવસ્થા ધરાવતો દેશ છે. આ દેશની મુખ્ય પરિવહન સુવિધાઓ યૂરોપ સાથે જોડાયેલ છે. બેલ્જિયમ સૌથી મોટા વ્યાપારિક દેશોમાંથી એક ગણવામાં આવે છે. યૂરોપનો આ પહેલો એવો દેશ છે, જે વર્ષ 1800ની શરૂઆતમાં ઔદ્યોગિક ક્રાંતિમાંથી પસાર થયો હતો. બેલ્જિયમની કરન્સી પહેલા ફ્રૈંક હતી, પરંતુ અત્યારે આ દેશની કરન્સી યૂરો છે.
વસ્તી ઓછી હોવા છતાં બેલ્જિયમ રમતોમાં ખૂબ જ પાવરફુલ છે. આ દેશના સમાજમાં રમત એક વિશેષ ભૂમિકા ભજવે છે. વર્ષ 2010 સુધી અહીંયા 17,000 સ્પોર્ટ્સ ક્લબ હતા, જેમાં 13 લાખ સભ્યો હતા. આ દેશમાં ફૂટબોલ, સાઈક્લિંગ, ટેનિસ, ટેબલ ટેનિસ, એથ્લેટિક્સ, સ્વિમિંગ, બાસ્કેટબોલ, બેડમિન્ટન, હોકી ખૂબ જ લોકપ્રિય રમત છે. વર્ષ 1920માં બેલ્જિયમે ઓલિમ્પિક રમતોમાં મેજબાની કરી હતી. ઓલિમ્પિક રમતોમાંથી બેલ્જિયમે 40થી અધિક ગોલ્ડ મેડલ જીત્યા છે. તેમજ અનેક વર્લ્ડ ચેમ્પિયન બેલ્જિયમમાંથી આવે છે.
બેલ્જીયમ ખાવા-પીવાના મામલે પણ આગળ છે. આ નાનકડો દેશ 500થી અધિક પ્રકારની બિયરનું ઉત્પાદન કરે છે. એબે ઓફ વેસ્ટલેટરનની ટ્રેપિસ્ટ બિયર દુનિયાની સર્વેશ્રેષ્ઠ બિયરમાંથી એક છે. દુનિયામાં સૌથી વધુ શરાબનું ઉત્પાદન લોવેનના એનહૉયઝર બુશ ઈનબેવમાં થાય છે. બેલ્જિયમ વેફર અને ફ્રેંચ ફ્રાઈઝ માટે ખૂબ જ પ્રસિદ્ધ છે. ફ્રેંચ ફ્રાઈઝની ઉત્પત્તિ બેલ્જિયમમાં જ થઈ છે. બેલ્જિયમની ચોકલેટ અને પ્રલાઈનની બ્રાન્ડ જેમ કે, કેલબોટ, કોટ ડી’ઓર, નૉયહૉઉસ, લિયોનાઈડ્સ, ગેલિયન, ગૈલેર એન્ડ ગોડિવા સમગ્ર વિશ્વમાં ખૂબ જ પ્રસિદ્ધ છે અને તેનું સારી માત્રામાં વેચાણ પણ થાય છે.