1/ 4


નવી દિલ્હી : લદાખ સરહદ પર ભારત અને ચીન પર વચ્ચે તણાવની અસર આઈપીએલ-2020 (IPL-2020)ઉપર પણ પડી છે. બીસીસીઆઈ (BCCI)અને ચીની કંપનીએ 2020 માટે પોતાનો કરાર સસ્પેન્ડ કરી દીધો છે. એટલે કે હવે આઈપીએલ 2020 માટે વીવો (Vivo)આઈપીએલની મુખ્ય સ્પોન્સર રહેશે નહીં.
2/ 4


રિપોર્ટ પ્રમાણે બીસીસીઆઈ અને ચીની કંપની વીવોએ એકબીજાની સહમતિથી આ કરારને એક વર્ષ માટે સસ્પેન્ડ કર્યો છે. તમને જણાવી દઈએ કે બીસીસીઆઈને વીવો પાસેથી વાર્ષિક 440 કરોડ રૂપિયા મળતા હતા. આ કરાર 2022માં ખતમ થવાનો હતો.
3/ 4


બીસીસીઆઈ ચીની કંપની વીવો સાથે કરાર સસ્પેન્ડ કરવાના મૂડમાં ન હતી. જૂનમાં બોર્ડના કોષાધ્યક્ષ અરુણ ધૂમલે કહ્યું હતું કે બીસીસીઆઈનો વીવો સાથે કરાર તોડવાનો કોઈ ઇરાદો નથી. તેમણે દલીલ આપી હતી કે ચીની કંપની પાસેથી જે પૈસા આવી રહ્યા છે તેના કારણે ચીનને નહીં હિન્દુસ્તાનને ફાયદો થઈ રહ્યો છે.