

નવી દિલ્હી : ટીમ ઇન્ડિયા (Team India)માં મહેન્દ્રસિંહ ધોની (Mahendra Singh Dhoni)ના ભવિષ્યને લઈને હવે ઇરફાન પઠાણ (Irfan Pathan)પણ ખુલીને સામે આવ્યો છે. ટીમ ઇન્ડિયાના પૂર્વ ઓલરાઉન્ડર ઇરફાન પઠાણે બીસીસીઆઈને ધોની સાથે જોડાયેલ સવાલોના જવાબ આપવા કહ્યું છે. ધોની આ વર્ષે આઈપીએલ દ્વારા મેદાનમાં વાપસી કરવાનો હતો પણ કોરોના વાયરસના (Coronavirus)કારણે આ વર્ષે આઈપીએલનું (IPL) આયોજન મુશ્કેલ લાગી રહ્યું છે. ધોની છેલ્લે વર્લ્ડ કપની સેમિ ફાઇનલમાં ટીમ ઇન્ડિયા તરફથી રમ્યો હતો.


ઇન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ પ્રમાણે ધોનીના ભવિષ્યને લઈને ઇરફાન પઠાણે કહ્યું હતું કે કેએલ રાહુલ (KL Rahul)એને ઋષભ પંત (Rishabh Pant)નિયમિત રુપથી લગભગ એક વર્ષથી ભારતીય ટીમમાં રમી રહ્યા છે. જો ધોનીનો ટીમમાં સમાવેશ કરવામાં આવશે તો શું તે ખેલાડીઓ સાથે યોગ્ય થશે જે નિયમિત રીતે તેના સ્થાને ટીમ ઇન્ડિયાનો ભાગ છે. આવામાં બીસીસીઆઈ(BCCI)એ ધોની સાથે જોડાયેલ સવાલોના જવાબ આપવા જોઈએ.


ઇરફાન પઠાણે કહ્યું હતું કે ધોનીને રમવાની જરુર છે. જો તે આમ કરશે તો નિશ્ચિત રુપથી ભારત તરફથી રમવું જોઈએ. તે ભારતના સૌથી શાનદાર ક્રિકેટરોમાંથી એક છે. તેણે વિશ્વ ક્રિકેટને ઘણું બધું આપ્યું છે.


આ વર્ષે યોજાનાર ટી-20 વર્લ્ડ કપને લઈને પૂછાયેલા સવાલ પર ઇરફાને કહ્યું હતું કે બધી સંસ્થાઓએ ઓસ્ટ્રેલિયામાં પ્રસ્તાવિત ટી-20 વર્લ્ડ કપને લઈને અંતિમ નિર્ણય કરતા પહેલા દરેક ત્રણ-ચાર સપ્તાહમાં સ્થિતિની સમીક્ષા કરવાની જરુર છે. જો પછી ટૂર્નામેન્ટ રદ તે સ્થગિત કરવાની જરુર પડે તો તેમ જ કરવું જોઈએ. તેમા તમે કશું ના કરી શકો કારણ કે તમારે લોકોના જીવ બચાવવાના છે.