ઇન્ડિયન ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને વાઇસ કેપ્ટન વચ્ચે મતભેદના સમાચાર છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે ક્રિકેટ વર્લ્ડ કપ 2019 દરમિયાન બંને વચ્ચે ઘણા મુદ્દા પર મતભેદ હતા અને ટીમ બે ગુટમાં વહેંચાઈ ગઈ હતી. ગલ્ફ ન્યૂઝે પોતાના એક રિપોર્ટમાં દાવો કર્યો હતો કે ટીમ ઇન્ડિયા વર્લ્ડ કપમાં બે ગુટોમાં વહેંચાઈને રમી હતી. એક ગ્રૂપ વિરાટ કોહલીનું અને બીજુ રોહિત શર્માનું હતું. રોહિત શર્માના જુથના ખેલાડીઓ વિરાટ કોહલી અને રવિ શાસ્ત્રીના નિર્ણયથી સંતુષ્ટ ન હતા. (AP Photo)
આ મુદ્દે બીસીસીઆઈનું નિવેદન સામે આવ્યું છે. બીસીસીઆઈની પ્રશાસકોની સમિતિના પ્રમુખ વિનોદ રાયે કોહલી અને રોહિત શર્મા વચ્ચે મતભેદ હોવાના સમાચારને ફગાવી દીધા છે. તેમણે આ પ્રકારના સમાચાર માટે મીડિયાને જવાબદાર ગણાવ્યું છે અને કહ્યું હતું કે મીડિયાએ આવો માહોલ બનાવ્યો છે. આવા પ્રકારની બધી કહાનીઓ તમે લોકોએ તૈયાર કરી છે.
ભારતીય ક્રિકેટ ટીમના વર્લ્ડ કપ 2019માં પ્રદર્શનની સમીક્ષા થશે નહીં. બીસીસીઆઈની પ્રશાસકોની સમિતિએ આ જાણકારી આપી હતી. સીઓએના પ્રમુખ વિનોદ રાયે કહ્યું હતું કે વર્લ્ડ કપમાં ભારતના પ્રદર્શનની સમીક્ષા માટે કોઈ બેઠક થશે નહીં. સમીક્ષા બેઠક કરવાનો સમય ક્યાં છે?સહયોગી સ્ટાફ અને મેનેજરના રિપોર્ટથી સામાન્ય ફીડબેકની હજુ સુધી રાહ જોઈ રહ્યા છીએ.