નવી દિલ્હી : બાંગ્લાદેશની ઇન્ટરનેશનલ ક્રિકેટર સંજીદા ઇસ્લામ (Sanjida Islam)હાલમાં જ લગ્નના બંધનમાં બંધાઇ છે. 24 વર્ષની સંજીદાએ રંગપુરના ફર્સ્ટ ક્લાસ ક્રિકેટર મિમ મોસદક સાથે લગ્ન કર્યા છે. સંજીદા પોતાના અનોખા વેડિંગ ફોટોશૂટના કારણે ચર્ચામાં આવી છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે સંજીદા અને અને મિમના લગ્ન 18 ઓક્ટોબરે થયા છે. (તસવીર - સોશિયલ મીડિયા)
1 એપ્રિલે 1996ના રોજ સંજીદાનો રંગપુરમાં જન્મ થયો હતો. સંજીદા ઇસ્લામ ત્રણ ભાઇ-બહેનોમાં સૌથી નાની છે. તે પોતાના સ્કૂલના દિવસોથી જ ક્રિકેટ રમી રહી છે. તે સ્કૂલમાં અલગ અલગ સ્તરે એથ્લેટિક્સ સહિત વિભિન્ન રમતોમાં ભાગ લેતી હતી. તે 2009માં એક મહિલા ક્રિકેટરના રૂપમાં બાંગ્લાદેશના સ્પોર્ટ્સ શિક્ષા પ્રતિષ્ઠાનમાં (BKSP) સામેલ થઈ હતી. આ પછી તેણે ક્યારેય પાછળ વળીને જોયું નથી. (તસવીર - સોશિયલ મીડિયા)
સંજીદા પોતાના વેડિંગ ફોટોશૂટના કારણે ચર્ચામાં આવી છે. તેણે પોતાનું વેડિંગ શૂટ એક મેદાનમાં કરાવ્યું છે. જ્યાં તે સાડી પહેરીને ટ્રેડિશનલ અંદાજમાં જોવા મળી રહી છે. તેણે પોતાના હાથમાં બેટ પકડ્યું છે અને બેટિંગ કરતી હોય તેવો પોઝ સાથે ફોટો ક્લિક કરાવ્યો છે. સોશિયલ મીડિયા પર તેના ફોટોશૂટની તસવીરોને ઘણી પસંદ કરવામાં આવી રહી છે. સંજીદાના ફોટોશૂટની તસવીર વાયરલ થઈ રહી છે. (તસવીર - સોશિયલ મીડિયા)