પાકિસ્તાનનો ક્રિકેટ કેપ્ટન બાબર આઝમ ટીમની હારના આઘાતમાંથી હજુ બહાર આવ્યો ન હતો કે તે નવી મોટી મુશ્કેલીમાં ફસાયેલો દેખાઈ રહ્યો છે. તેનો યુવતી સાથે વાત કરતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આનાથી પાકિસ્તાન ક્રિકેટમાં ભૂકંપ આવી ગયો છે. અને આ કારણે ફેન્સ પણ તેને ખૂબ ટ્રોલ કરી રહ્યા છે. Video Grab) જો કે અત્યાર સુધી આ મામલે બાબર આઝમે મૌન સેવ્યું છે. આ વીડિયોમાં બાબર આઝમ યુવતી સાથે ચેટ કરતા જોવા મળે છે. હવે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ આ મામલે શું કરે છે એ જોવાનું રહેશે. બાબરની કેપ્ટનશીપ પર પણ સતત હાર બાદ સવાલો ઉઠી રહ્યા છે. તેને ટેસ્ટ ટીમના સુકાનીપદેથી હટાવવાના સમાચાર છે. (AP) બાબર આઝમ આ પહેલા પણ વિવાદોમાં રહ્યા છે. ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી દરમિયાન તેમનો અને પોલીસકર્મીઓ વચ્ચે વિવાદ થયો હતો. જ્યારે તે હોટલની બહાર જઈ રહ્યો હતો ત્યારે પોલીસકર્મીઓએ તેની પૂછપરછ કરતાં બાબર ગુસ્સે થઈ ગયો હતો. આ પછી, બીજા દિવસે તે થોડો સમય ફિલ્ડિંગ પર પણ ઉતર્યો ન હતો. રિઝવાન તેની જગ્યાએ કેપ્ટન્સી કરતો જોવા મળ્યો હતો. (Twitter) પાકિસ્તાનની ટીમ બાબર આઝમની કપ્તાનીમાં ઓસ્ટ્રેલિયા સામે ઘરઆંગણે ટેસ્ટ શ્રેણીમાં હાર પામી હતી. ત્યારબાદ ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ શ્રેણીમાં 0-3થી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. આ પછી બાબરના ફેવરિટ વિકેટ કીપર બેટ્સમેન અને સાથી ઓપનર મોહમ્મદ રિઝવાનને ન્યૂઝીલેન્ડ શ્રેણીમાંથી ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. તેના સ્થાને સરફરાઝને તક મળી અને તે સારું રમ્યો હતો. જોકે, પાક ટીમ ન્યુઝીલેન્ડ સામેની વનડે શ્રેણી પણ 1-2થી હારી ગઈ હતી અને ટેસ્ટ શ્રેણી માંડ બચાવી શકી હતી. (AP) પાકિસ્તાન ક્રિકેટ બોર્ડમાં થયેલા ફેરફારો બાદ બાબર આઝમની મુશ્કેલી વધી છે. પૂર્વ ચેરમેન રમીઝ રાજાનું તેને સંપૂર્ણ સમર્થન હતું. હવે નજમ સેઠી રમીઝ રાજાના સ્થાનેનવા અધ્યક્ષ બન્યા છે. તેના આવતાની સાથે જ ટીમ સિવાય ટીમ મેનેજમેન્ટમાં પણ કેટલાક મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. (AP) જો કે એમાં બેમત નથી કે બાબર આઝમનું પ્રદર્શન આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં શાનદાર રહ્યું છે. તેની સરખામણી વિરાટ કોહલી સાથે કરવામાં આવે છે. તેણે 95 વનડેમાં, તેણે 17 સદી અને 24 અડધી સદી ફટકારી છે. તેણે ટી20 ઈન્ટરનેશનલમાં પણ સદી ફટકારી છે. તેણે 47 ટેસ્ટમાં 9 સદી અને 26 અડધી સદીની મદદથી 3600થી વધુ રન બનાવ્યા છે. (AP) આ સમગ્ર ઘટના પછી બાબર આઝમે ટ્વિટર પર એક ફોટો શેર કર્યો હતો જેમાં તેણે લખ્યું હતું કે ખુશ રહેવું એ બહુ અઘરી વાત નથી પરંતુ સરળ છે. આ ફોટોમાં તે એક સુંદર બ્રિજની નજીક એક નદીના કિનારે બેસેલો દેખાય છે.