<br />Axar Patel Egnagement:ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર અક્ષર પટેલે પોતાના 28માં (Axar Patel Birthday) જન્મદિને પ્રેમિકા મેહા સાથે સગાઈ કરી છે (Axar Patel Mega Engagement) અક્ષર છેલ્લા લાંબા સમયથી મેહાને ડેટ કરી રહ્યો હતો આખરે ગઈકાલે તેણે પરિવાર અને મિત્રોની હાજરીમાં સગાઈ કરી છે.
2/ 6
અક્ષર પટેલે આ વાતની જાણકારી જાતે જ આપી છે. લાંબા સમયથી અક્ષર અને મેહાની તસવીરો સાથે જોવા મળતી હતી પરંતુ ક્રિકેટરે આ અંગે ક્યારેય ખૂલીને વાત કરી નહોતી. જોકે, ટીમ ઈન્ડિયાના મોટાભાગના ક્રિકેટરોની પત્ની મેહાને ફોલો કરતી હોવાથી આ વાતની પુષ્ટી થતી હતી.<br />(તસવીરે Instagram/meha2026)
विज्ञापन
3/ 6
અક્ષરે ઈન્ટાગ્રામમાં તસવીરો મૂકીને લખ્યું કે આજથી હંમેશા માટે નવી જિંદગીની શરૂઆત. મેહા અને અક્ષર બંનેએ ઈન્સ્ટાગ્રામ પર આ તસવીરો મૂકી અને નવી જિંદગીની શરૂઆતની માહિતી આપી હતી. (તસવીર instagram/akshar.patel)
4/ 6
અક્ષરની પ્રેયસી મેહા ડાયટિશીયન અને ન્યૂટ્રીશિયનીસ્ટ છે અને બંને એકબીજાને લાંબા સમયથી ઓળખે છે. આમ અક્ષરની પ્રેમકહાણી ફિલ્મી છે. જોકે, સગાઈ કરવા માટે અક્ષરે લાંબો સમય રાહ જોઈ અને હાલના સમયને પસંદ કર્યો છે. (તસવીરે Instagram/meha2026)
5/ 6
અક્ષર અને મેહા તેમના મિત્રો સાથે અનેકવાર તસવીરોમાં જોવા મળ્યા હતા પરંતુ આ અંગે કાયમ અટકળો સાંભળવા મળતી હતી. જોકે, ટીમ ઈન્ડિયામાં 'બાપૂ' કહેવાયા આ ક્રિકેટરે આખરે જિંદગીની 28મી વસંતે નવી ઈનિંગ શરૂ કરી છે. (તસવીર instagram/akshar.patel)
विज्ञापन
6/ 6
મેહાને ઈનસ્ટાગ્રામ પર ટીમ ઈન્ડિયાના અનેક ક્રિકેટરોની પત્ની પહેલાંથી જ ફોલો કરી રહી છે. આ યાદીમાં ઈશાંત શર્માની પત્ની પ્રતિમા, ઉમેશ યાદવની પત્ની તાનિયા, અને કૃણાલ પંડ્યાની પત્ની પંખુરી શર્માનો સમાવેશ થાય છે. આમ અક્ષરના પ્રેમની જાણ તેેના મિત્રોને હતી