

કેનબરા : ક્રિકેટના મેદાનમાં ક્યારેક એવી ઘટના બને છે જે દરેકને આશ્ચર્યચકિત કરી નાખે છે. આવી જ એક ઘટના કેનબરામાં રમાયેલ પ્રધાનમંત્રી ઇલેવન અને શ્રીલંકા (Prime Minister’s XI vs Sri Lanka) વચ્ચેના મુકાબલામાં બની હતી. આ મેચમાં બધા ક્રિકેટરો ત્યારે આશ્ચર્યચકિત થઈ ગયા જ્યારે ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સ્કોટ મોરિસન (Scott Morrison)ડ્રિંક્સ લઈને મેદાન પર ક્રિકેટરો વચ્ચે પહોંચી ગયા હતા. (તસવીર - સોશિયલ મીડિયા)


માનુકા ઓવલ મેદાન પર રમાયેલ આ મુકાબલામાં હાથમાં ડ્રિંક્સ સાથે ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સ્કોટ મોરિસનની તસવીરો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ છે. દરેક તેમના વિનમ્ર અવતારની પ્રશંસા કરી રહ્યા છે. (તસવીર - સોશિયલ મીડિયા)


ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચોની ટી-20 શ્રેણી રમાશે. પ્રથમ મેચ રવિવારે 27 ઑક્ટોબરે એડિલેડમાં રમાશે. આ પહેલા શ્રીલંકા પ્રધાનમંત્રી ઇલેવન સામે વોર્મઅપ મેચ રમી રહ્યું હતું. મુકાબલામાં ડેનિયલ ફૈલિંસે શ્રીલંકાના બૅટ્સમેન દાસુન શનાકાને આઉટ કર્યો ત્યારે ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી ડ્રિંક્સ લઈને મેદાનમાં આવ્યા હતા. (તસવીર - સોશિયલ મીડિયા)


આ ટી-20 મુકાબલામાં પ્રધાનમંત્રી ઇલેવને રોમાંચક અંદાજમાં 1 વિકેટે વિજય મેળવ્યો હતો. શ્રીલંકાએ પ્રથમ બેટિંગ કરતા 8 વિકેટે 130 રન બનાવ્યા જવાબમાં હેરી નીલસનના 50 બોલમાં 79 રનની મદદથી પ્રધાનમંત્રી ઇલેવને વિજય મેળવ્યો હતો. (તસવીર - સોશિયલ મીડિયા)