પાકિસ્તાનના ઓલરાઉન્ડર અને પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદી (Shahid Afridi) ટૂંક સમયમાં જ પાકિસ્તાનના ફાસ્ટ બૉલરના (Shaheen Shah Afridi) સસરા બની જશે. ટીવી પર યંગ દેખાતા શાહિદ આફ્રિદીએ દીકરીનું લગ્ન નક્કી કરી નાખ્યું છે. જોકે, આફ્રિદીની દીકરીના લગ્ન 'આફ્રિદી' પરિવારમાં જ થવાના છે. તેનો જમાઈ પાકિસ્તાનનો ફાસ્ટ બૉલર છે જેણે આ વર્લ્ડકપમાં તરખાટ મચાવ્યો હતો.