Home » photogallery » રમતો » બોર્ડ સાથે ઝઘડો કરીને નિવૃત્તિ લેવાનો હતો, હવે ભારતને WTC Finalની બહાર કાઢવા આડો આવ્યો ક્રિકેટર

બોર્ડ સાથે ઝઘડો કરીને નિવૃત્તિ લેવાનો હતો, હવે ભારતને WTC Finalની બહાર કાઢવા આડો આવ્યો ક્રિકેટર

New Zealand vs Sri lanka 1st Test: શ્રીલંકા અને ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ ન્યૂઝીલેન્ડના ક્રાઈસ્ટચર્ચમાં રમાઈ રહી છે. આ ટેસ્ટમાં શ્રીલંકન ક્રિકેટરની સદીના કારણે ટીમ ઈન્ડિયા માટે મુશ્કેલી ઊભી થઈ હતી.

 • 18

  બોર્ડ સાથે ઝઘડો કરીને નિવૃત્તિ લેવાનો હતો, હવે ભારતને WTC Finalની બહાર કાઢવા આડો આવ્યો ક્રિકેટર

  હાલ ઓસ્ટ્રેલિયા સામે રમી રહેલી રોહિત શર્માની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયાનો વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવાનો રસ્તો જો કોઈ ટીમ રોકી શકે છે તો તે શ્રીલંકાની ટીમ છે. શ્રીલંકાની ટીમ હાલમાં ન્યુઝીલેન્ડના પ્રવાસે છે. તેણે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવા માટે બંને મેચ જીતવી પડશે. લંકાની ટીમ પણ પ્રથમ ટેસ્ટમાં સારી સ્થિતિમાં છે. તો અહીં ભારતની ટીમ સીરિઝમાં 2-1થી આગળ ચાલી રહી છે. (AFP)

  MORE
  GALLERIES

 • 28

  બોર્ડ સાથે ઝઘડો કરીને નિવૃત્તિ લેવાનો હતો, હવે ભારતને WTC Finalની બહાર કાઢવા આડો આવ્યો ક્રિકેટર

  શ્રીલંકા અને ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ ન્યૂઝીલેન્ડના ક્રાઈસ્ટચર્ચમાં રમાઈ રહી છે. આ મેચમાં શ્રીલંકાએ પ્રથમ દાવમાં 355 રનનો સારો સ્કોર બનાવ્યો હતો. આ ઇનિંગમાં કેપ્ટન દિમુથ કરુણારત્નેએ 50 અને સિનિયર ખેલાડી એન્જેલો મેથ્યુઝે 47 રન બનાવ્યા હતા. કુસલ મેન્ડિસે 87 રનની ઇનિંગ રમી હતી.  (AFP)

  MORE
  GALLERIES

 • 38

  બોર્ડ સાથે ઝઘડો કરીને નિવૃત્તિ લેવાનો હતો, હવે ભારતને WTC Finalની બહાર કાઢવા આડો આવ્યો ક્રિકેટર

  જેના જવાબમાં રમવા ઉતરેલી ન્યુઝીલેન્ડની ટીમે પ્રથમ ઇનિંગમાં 373 રન બનાવી લીડ મેળવી હતી. પરંતુ એન્જેલો મેથ્યુઝની સદીના આધારે શ્રીલંકાએ બીજી ઇનિંગમાં સારો સ્કોર બનાવ્યો હતો. તેણે સામે 285 રનનો ટાર્ગેટ આપ્યો હતો. શ્રીલંકાની ટીમ બીજા દાવમાં 302 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. મેથ્યુસ 115 રન બનાવીને આઉટ થયો હતો. જેના જવાબમાં ચોથા દિવસની રમતના અંતે ન્યૂઝીલેન્ડે પોતાના બીજા દાવમાં એક વિકેટે 28 રન બનાવ્યા હતા.  (AFP)

  MORE
  GALLERIES

 • 48

  બોર્ડ સાથે ઝઘડો કરીને નિવૃત્તિ લેવાનો હતો, હવે ભારતને WTC Finalની બહાર કાઢવા આડો આવ્યો ક્રિકેટર

  સોમવારે અંતિમ દિવસે તેને જીતવા માટે વધુ 257 રન બનાવવા પડશે. આ સાથે જ શ્રીલંકાને 9 વિકેટની જરૂર છે. બીજી તરફ ઓસ્ટ્રેલિયા સામેની ચોથી ટેસ્ટમાં પણ ભારતે પ્રથમ દાવમાં સરસાઈ મેળવી લીધી છે. 35 વર્ષીય ઓલરાઉન્ડર અને પૂર્વ કેપ્ટન એન્જેલો મેથ્યુસના ટેસ્ટ કરિયરની આ 14મી સદી છે. આ મેચ પહેલા તેણે 100 ટેસ્ટમાં 178 ઇનિંગ્સમાં 45ની એવરેજથી 6953 રન બનાવ્યા છે. 13 સદી ઉપરાંત તેણે 38 અડધી સદી પણ ફટકારી છે. (AFP)

  MORE
  GALLERIES

 • 58

  બોર્ડ સાથે ઝઘડો કરીને નિવૃત્તિ લેવાનો હતો, હવે ભારતને WTC Finalની બહાર કાઢવા આડો આવ્યો ક્રિકેટર

  બે વર્ષ પહેલા એન્જેલો મેથ્યુસનો સેન્ટ્રલ કોન્ટ્રાક્ટના કારણે શ્રીલંકન બોર્ડ સાથે વિવાદ થયો હતો. તે લાંબા સમય સુધી ટીમની બહાર પણ હતો. તેણે નિવૃત્તિ લેવા માટે મન મનાવી લીધું હતું, પરંતુ તે પછી તેણે શાનદાર વાપસી કરી હતી. આ તેની ફર્સ્ટ ક્લાસ કારકિર્દીની 25મી સદી છે. (Twitter: srilanka cricket)

  MORE
  GALLERIES

 • 68

  બોર્ડ સાથે ઝઘડો કરીને નિવૃત્તિ લેવાનો હતો, હવે ભારતને WTC Finalની બહાર કાઢવા આડો આવ્યો ક્રિકેટર

  આ સાથે એન્જેલો મેથ્યુઝે ટેસ્ટ ક્રિકેટમાં 7000 રન પણ પૂરા કર્યા છે. આવું કરનાર તે માત્ર ત્રીજો શ્રીલંકન ક્રિકેટર છે. ટેસ્ટ ક્રિકેટમાં અણનમ 200 રન તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. તેણે ટેસ્ટમાં 33 વિકેટ પણ લીધી છે. શ્રીલંકા વતી કુમાર સંગાકારાએ સૌથી વધુ 12400 રન બનાવ્યા છે જ્યારે મહેલા જયવર્દને 11814 રન બનાવ્યા છે. (Angelo Mathews/Instagram)

  MORE
  GALLERIES

 • 78

  બોર્ડ સાથે ઝઘડો કરીને નિવૃત્તિ લેવાનો હતો, હવે ભારતને WTC Finalની બહાર કાઢવા આડો આવ્યો ક્રિકેટર

  એન્જેલો મેથ્યુઝ 2018tથી વનડેમાં પણ શ્રીલંકા માટે ખૂબ સારું રમી ચૂક્યો છે. તેણે વન-ડે ક્રિકેટમાં 42ની એવરેજથી 5835 રન બનાવ્યા છે. તેણે 3 સદી અને 40 અડધી સદી ફટકારી છે. વન ડેમાં 139 રન નોટ આઉટ તેનું શ્રેષ્ઠ પ્રદર્શન છે. આ ફાસ્ટ બોલરે 120 વિકેટ પણ પોતાના નામે કરી લીધી છે. (Sri Lanka Cricket Twitter)

  MORE
  GALLERIES

 • 88

  બોર્ડ સાથે ઝઘડો કરીને નિવૃત્તિ લેવાનો હતો, હવે ભારતને WTC Finalની બહાર કાઢવા આડો આવ્યો ક્રિકેટર

  T20 ઈન્ટરનેશનલના રેકોર્ડની વાત કરીએ તો એન્જેલો મેથ્યુઝે 78 મેચની 63 ઈનિંગમાં 1148 રન બનાવ્યા છે. 5 અડધી સદી ફટકારી છે. તેણે ટી-20માં કુલ 3001 રન બનાવ્યા છે.  અને 85 વિકેટ પણ લીધી છે. આમ ત્રણેય ફોર્મેટમાં તેનું શાનદાર પ્રદર્શન રહ્યું છે.  (Angelo Mathews/Instagram)

  MORE
  GALLERIES