નવી દિલ્હી : કોલકાતા નાઇટ રાઇડર્સનો સ્ટાર ઓલરાઉન્ડર આન્દ્રે રસેલ હાલના દિવસોમાં યૂએઈમાં આઈપીએલમાં રમવામાં વ્યસ્ત છે. તેની ટીમ સારું પ્રદર્શન કરતા પોઇન્ટ ટેબલમાં ટોપ-4માં છે. જોકે રસેલનું પ્રદર્શન ખાસ રહ્યું નથી. અત્યાર સુધી પ્રશંસકોને રસેલની આક્રમક બેટિંગ જોવા મળી નથી. જે પછી એક ટ્વિટર યૂઝરે તેની પત્ની જેસિમ લોરાને (Jassym Lora)ટ્રોલ કરવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે રસેલની પત્નીએ વળતો જવાબ તેની બોલતી બંધ કરી દીધી હતી.
ઇંસ્ટાગ્રામ પર જેસિમ લોરાએ પોતાનો ફોટો પોસ્ટ કર્યો હતો. જેની ઉપર આતિફ ખાન નામના એક યૂઝરે જેસિમના પતિ રસેલને લઈને ટ્રોલ કરવાનો પ્રયત્ન કર્યો હતો. જેના પર યૂઝરે લખ્યું કે જેસિમ આન્ટી પ્લીઝ દુબઈ ચાલી જાવ, રસેલ સારા ફોર્મમાં નથી. આ પછી જેસિમે યૂઝરને જવાબ આપતા કહ્યું હતું કે આન્દ્રે રસેલ બેસ્ટ ફોર્મમાં છે.