ભારતીય ક્રિકેટરો મેદાન પર તો ઘણા સક્રિય અને આક્રમક દેખાય છે, પરંતુ વાસ્તવિક જીવનમાં તેઓ ઘણી મોટી ભૂલો પણ કરે છે. આજે અમે તમને એવા જ એક ક્રિકેટરના લગ્ન સાથે જોડાયેલો કિસ્સો જણાવવા જઈ રહ્યા છીએ, જેને તે પોતાના જીવનની સૌથી મોટી ભૂલ માને છે. આ ક્રિકેટર બીજું કોઈ નહીં પણ અજિંક્ય રહાણે છે. હા ભારતને ગાબા ટેસ્ટમાં વિજેતા બનાવનર કેપ્ટન અજિંક્ય રહાણેએ પોતે જ ખુલાસો કર્યો હતો કે તેના લગ્નના દિવસે તેણે તેના જીવનની સૌથી મોટી ભૂલ કરી હતી અને તેને બધાની સામે શરમાવું પડ્યું હતું. એટલું જ નહીં તેની પત્ની રાધિકા ધોપાવકર પણ એ વખતે ખૂબ ગુસ્સે થઈ ગઈ હતી. (Ajinkya Rahane/Instagram)
અજિંક્ય રહાણે અને રાધિકા ધોપાવકરે 26 સપ્ટેમ્બર 2014ના રોજ પરંપરાગત મહારાષ્ટ્રીયન રીતે લગ્ન કર્યા હતા. તેમના લગ્નમાં માત્ર 700 લોકોને આમંત્રણ મોકલવામાં આવ્યું હોવા છતાં, તેમના લગ્નમાં લગભગ 1500 લોકોએ હાજરી આપી હતી. રાધિકા માટે લગ્નનો અર્થ સહનશીલતા પણ થાય છે, પરંતુ લગ્નમાં અજિંક્યને પીળા ટી-શર્ટ અને જીન્સમાં જોઈને તે ખૂબ ગુસ્સે થઈ ગઈ હતી. (Ajinkya Rahane/Instagram)
અજિંક્ય રહાણે અને રાધિકા ધોપાવકર બંનેએ અલગ-અલગ ઈન્ટરવ્યુમાં આ વાતનો ખુલાસો કર્યો હતો. રાધિકાએ એચટી બ્રંચને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે અજિંક્ય તેના લગ્નમાં પીળા ટી-શર્ટ અને જીન્સ પહેરીને આવ્યો હતો. મને ખૂબ ગુસ્સો આવ્યો, પણ મેં મારી જાતને એ સમયે કંટ્રોલમાં રાખી હતી. શરૂઆતમાં આવ્યો ત્યારે રહાણેએ માત્ર જીન્સ અને ટી-શર્ટ પહેરી હતી.(Ajinkya Rahane/Instagram)
વધુમાં અજિંક્ય રહાણેએ જણાવ્યું હતું કે લગ્નની શોપિંગ કરવા માટે તેની પાસે બિલકુલ સમય નથી. અને તેને એમ પણ લાગતું હતું કે લગ્નના કપડાં કદાચ છોકરી આપશે, જે તે જરૂર લાગશે તો પહેરી લેશે, પણ એવું કંઈ થયું નહીં. અને હું જીન્સ અને ટી-શર્ટ પહેરીને રાધિકા સાથે લગ્ન કરવા પહોંચી ગયો. (Ajinkya Rahane/Instagram)
અજિંક્ય રહાણેએ કહ્યું હતું કે તે બ્લુ જીન્સ અને પીળી ટી-શર્ટ પહેરીને પોતાના લગ્નમાં પહોંચ્યો હતો. આવું કરવા પર છોકરીઓ તેની સામે જોઈ રહી હતી. જ્યારે તેની ભાવિ પત્ની રાધિકા ધોપાવકરે ગુસ્સાથી તેની સામે જોયું હતું, ત્યારે તે સમજી ગયો હતો કે તેણીએ કંઈક મોટી ભૂલ કરી છે. રહાણેએ ઈન્ટરવ્યુમાં કહ્યું કે આ તેના જીવનની સૌથી મોટી ભૂલ હતી, કારણ કે તે સમયે દરેકના ચહેરા જોવા લાયક હતા. (અજિંક્ય રહાણે/ઈન્સ્ટાગ્રામ)
રહાણેએ કહ્યું હતું કે તે તો એક સીધા સરળ સ્પોર્ટ્સમેનની જેમ લગ્ન કરવા પહોંચી ગયો હતો અને એમાં તેને કશું ખોટું લાગી રહ્યું નહોતું, પછી પહોંચી ગયા બાદ તેણે લોકોને જોયા તો તેને લોકોના ચહેરા જોઈને જ સમજાઈ ગયું હતું કે તેણે આવું કરીને મોટી ભૂલ કરી છે. હવે રહાણે તેને પોતાના જીવનની સૌથી મોટી ભૂલ માને છે. Ajinkya Rahane/Instagram)
અજિંકય રહાણે અને રાધિકા ધોપાવકર લાંબા સમય સુધી એકબીજાના ઓળખતા હતા. રાધિકાએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે અમે 2007માં પહેલી વખત એક સાથે ડેટ પર ગયા હતા. રાધીકાએ કહ્યું હતું કે તેને ક્રિકેટમાં રસ નહોતો અને રહાને ત્યારે માત્ર તેઓની સોસાઇટીમાં રહેતો એક દોસ્ત હતો. રાહાણેએ કહ્યું હતું કે રાધીકાની સાદગી તરફ તે આકર્ષિત થયો હતો. જે રીતે તે મારા આને મારા પરિવારને સમજે છે મને બસ એ જ જોઈએ છે એવું તેણે કહ્યું હતું. (Ajinkya Rahane/Instagram)
તેઓ 2002થી એકબીજાને ઓળખતા હતા. કારણ કે બંને મુલુંડમાં એક જ બિલ્ડિંગમાં રહેતા હતા. વર્ષ 2007 માત્ર અજિંક્ય અને રાધિકાની પહેલી ડેટના કારણે ખાસ નહોતું. આ એ જ વર્ષ છે, જ્યારે રહાણેએ પણ રણજી ટ્રોફીમાં મુંબઈ માટે ફર્સ્ટ ક્લાસ ડેબ્યૂ કર્યું હતું. તેણે પોતાની ડેબ્યૂ મેચમાં 143 રનની શાનદાર ઇનિંગ રમીને સદી ફટકારી હતી. ત્યાર પછી તો ઇતિહાસ રચાયો હતો. અને તેની કેપ્ટન્સીમાં ગાબામાં ભારતે ઐતિહાસિક વિજય મેળવ્યો હતો. (Ajinkya Rahane/Instagram)