Cristiano Ronaldo 700 Club Goals: પોર્ટુગલના સ્ટાર ફૂટબોલ ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડોનો જાદુ ચાહકોમાં ધુમ મચાવી રહ્યો છે. 37 વર્ષીય રોનાલ્ડોની કારકિર્દીમાં વધુ એક રત્ન જોડાયો છે. રોનાલ્ડોએ એવર્ટન સામેની મેચમાં આ સિદ્ધિ મેળવી હતી.
માન્ચેસ્ટર યુનાઇટેડ ફૂટબોલ ક્લબ (Manchester United) ના ફોરવર્ડ ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ રવિવારે (9 ઓક્ટોબર) મોડી રાત્રે રેકોર્ડ બનાવ્યો. રોનાલ્ડોએ તેની ક્લબ કારકિર્દીમાં 700 ગોલ પૂરા કર્યા. (AFP)
2/ 8
ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ પ્રીમિયર લીગ મેચમાં એવર્ટન સામે આ સિદ્ધિ મેળવી હતી. આ મેચમાં માન્ચેસ્ટર યુનાઈટેડે એવર્ટનને 2-1થી હરાવ્યું હતું. (Instagram)
विज्ञापन
3/ 8
ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ 944 મેચમાં આ સ્થાન હાંસલ કર્યું છે. ઉપરોક્ત ગોલ રોનાલ્ડોએ સ્પોર્ટિંગ લિસ્બન, માન્ચેસ્ટર યુનાઈટેડ, રીઅલ મેડ્રિડ અને જુવેન્ટસ તરફથી રમતા સમયે કર્યા છે. (Instagram)
4/ 8
આ મેચમાં, એન્થોની માર્શલને બદલે, ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ અવેજી તરીકે મેદાનમાં પ્રવેશ કર્યો અને સિઝનનો પોતાનો પ્રથમ પ્રીમિયર લીગ ગોલ કર્યો. આ માટે તેણે માત્ર 14 મિનિટ લીધી. (Instagram)
5/ 8
તે ક્રિસ્ટિયાનો રોનાલ્ડોનો માન્ચેસ્ટર યુનાઈટેડ માટે તેના બીજા કાર્યકાળમાં 144મો ગોલ હતો. તેણે મેચની 44મી મિનિટે ગોલ કર્યો હતો. (Instagram)
विज्ञापन
6/ 8
ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના ગોલના આધારે માન્ચેસ્ટર યુનાઈટેડએ એવર્ટનને 2-1થી હરાવ્યું હતું. રિયલ મેડ્રિડ માટે રોનાલ્ડોએ સૌથી વધુ ગોલ કર્યા છે. તેણે આ ક્લબ માટે કુલ 450 ગોલ કર્યા છે. (Instagram)
7/ 8
ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ જુવેન્ટસ માટે 101 ગોલ, સ્પોર્ટિંગ ક્લબ માટે 5 ગોલ અને માન્ચેસ્ટર યુનાઈટેડ માટે 144 ગોલ કર્યા છે. રોનાલ્ડો આ સિદ્ધિ મેળવનાર વિશ્વનો પ્રથમ ફૂટબોલર બની ગયો છે. (Instagram)
8/ 8
ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ 700 માંથી 129 ગોલ પેનલ્ટીની મદદથી કર્યા છે. લા લીગામાં 292 મેચમાં 311 ગોલ કર્યા છે. રોનાલ્ડો ચેમ્પિયન્સ લીગમાં સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી છે. તેણે આ લીગમાં 183 મેચમાં 140 ગોલ કર્યા છે, જે લિયોનેલ મેસ્સી કરતા 14 વધુ છે. (Instagram)