તમને જાણીને નવાઈ લાગશે કે IPL ના ઇતિહાસમાં ભારત તરફથી યુવરાજ સિંહ કે મહેન્દ્ર સિંહ ધોનીએ IPLમાં સૌથી લાંબી સિક્સ નથી ફટકારી, પરંતુ આ કામ ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર પ્રવીણ કુમારે કરી બતાવ્યું હતું. પ્રવીણ કુમારે 2008માં IPLમાં 124 મીટરની લાંબી સિક્સ ફટકારી હતી, જે આ T20 લીગમાં કોઈ પણ ભારતીય દ્વારા અત્યાર સુધીની સૌથી લાંબી સિક્સ છે. પ્રવીણે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમતા રાજસ્થાન રોયલ્સ સામે આ કારનામું કર્યું હતું. આ લીગમાં સૌથી લાંબી સિક્સ ફટકારવાના મામલે પ્રવીણ ઓવરઓલ બીજા સ્થાને છે. (BCCI)
ભારતીય બેટ્સમેનોની આ યાદીમાં પ્રવીણ કુમાર પછી રોબિન ઉથપ્પા બીજા ક્રમે છે. ઉથપ્પાએ વર્ષ 2010માં આરસીબી તરફથી રમતી વખતે 120 મીટર લાંબી સિક્સ ફટકારી હતી. ઉથપ્પાએ બ્રેબોર્ન સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ આ કારનામું કર્યું હતું. IPLમાં એકંદરે સૌથી લાંબી સિક્સ ફટકારવાના મામલે ઉથપ્પા ચોથા નંબર પર છે. (એએફપી)
IPLમાં સૌથી લાંબી સિક્સ ફટકારવાનો રેકોર્ડ દક્ષિણ આફ્રીકી બેટ્સમેન એલ્બી મોર્કેલના નામે છે. IPLની પ્રથમ સિઝનમાં મોર્કેલે ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમતી વખતે 125 મીટર લાંબી સિક્સ ફટકારી હતી, જે આ T20 લીગમાં અત્યાર સુધીની સૌથી લાંબી સિક્સ છે. મોર્કેલે ડેક્કન ચાર્જર્સ સામે આ રેકોર્ડ હાંસલ કર્યો હતો. (AFP)