ક્રિકેટરો (Cricketers)ની ફેન ફોલોઇંગ ઘણી વધારે છે. સોશિયલ મીડિયાના જમાનામાં ચાહકો માટે પોતાના ગમતા ક્રિકેટરને ટ્રેક કરવાનું આસાન બની ગયું છે. ખાસ કરીને ચાહકો (Cricket fans) ખેલાડીઓના અંગત જીવનમાં ખૂબ રસ રાખે છે. તેઓ તેમના પ્રેમ સંબંધ અને લગ્ન વિશે જાણવા માટે આતુર હોય છે. ત્યારે પાકિસ્તાન ક્રિકેટ ટીમ (Pakistan cricket team)નો કેપ્ટન બાબર આઝમ તેની પિતરાઈ બહેન સાથે લગ્ન કરવાનો હોવાની વાત સોશિયલ મીડિયામાં ફેલાઈ ગઈ છે. બંને પરિવારોએ આ દંપતીના લગ્ન માટે સંમતિ આપી છે. બાબર આઝમે પોતાની પિતરાઈ બહેન સાથે સગાઈ કરી લીધી છે અને હવે લગ્ન થવા જઈ રહ્યા છે. અગાઉ પણ કેટલાક ક્રિકેટર તેની પિતરાઇ બહેન સાથે લગ્ન (Cricketers Married Cousin Sisters)કરી ચૂક્યા છે. આજે અમે તમને પોતાની બહેન સાથે લગ્ન કરનાર કેટલાક ક્રિકેટર્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
વિરેન્દ્ર સહેવાગઃ ટીમ ઇન્ડિયાના દિગ્ગજ ખેલાડી વિરેન્દ્ર સહેવાગ અને આરતી અહલાવતે 2004માં લગ્ન કર્યા હતા. આરતી સેહવાગની દૂરની કઝિન છે. આરતીની મોટી બહેને એક વખત ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે અમારી ફોઇના લગ્ન સેહવાગના પરિવારમાં તેના પિતરાઇ ભાઈ સાથે થયા હતા. આ લગ્ન બાદ સેહવાગ અને અમારા ફોઈ વચ્ચે દિયર-ભાભીનો સંબંધ સ્થપાયો હતો.