

શ્રાવણનો મહિનો એટલે કે શિવ ભક્તિમાં લીન થવાનો મહિનો. આ મહિનો શિવ ભક્તો માટે વિશેષ મહત્વ રાખે છે. પરંતુ શું તમને ખબર છે કે ભગવાન શિવને આખરે કેમ શ્રાવણ મહીનો પસંદ છે? તે કેમ વર્ષા ઋતુ પસંદ કરે છે.


શંકર ભગવાન શ્રાવણ માસને વધારે પસંદ કરે છે, તેની પાછળ એક પૌરાણીક માન્યતા છે, સાથે આનું જ્યોતિષ મહત્વ પણ છે. પંડિત વિજય કાશિવ અનુસાર, જ્યારે સૂર્ય કર્ક રાશીમાં પ્રવેશ કરે છે તો શિવ ભક્તિનો મહિનો શ્રાવણ શરૂ થાય છે. વરસાદ આવે છે.


ઉલ્લેખનીય છે કે, સૂર્ય પ્રચંડ તાપ કારક છે અને કર્ક રાશીનો સ્વામી ચંદ્રમા શીતળતા પ્રદાન કરે છે, એવામાં વર્ષા ઋતુનું આગમન થાય છે. કારણ કે શિવજીએ સમુદ્ર-મંથન સમયે વિષનું પાન કર્યું હતું અને તેમને વર્ષા ઋતુમાં જ સૌથી વધારે શીતળતા મળે છે. જેથી શિવજીને આ ઋતુ ખુબ પસંદ છે.


એટલું જ નહી, એક અન્ય પૌરાણીક માન્યતા પ્રમાણે બ્રહ્માના પુત્ર પ્રજાપતિ દક્ષની પુત્રી સતીએ જ્યારે પર્વતરાજ હિમાલયના ઘરે પાર્વતીના રૂપે જન્મ લીધો તો તેમણે શિવને ફરી પતિ તરીકે પામવા માટે શ્રાવણ મહિનામાં તપસ્યા કરી હતી.