વાપીના ટ્રાન્સપોર્ટની હત્યાનો ભેદ ઉકેલાયો, પરિચિત રોહન પટેલની કરી ધરપકડ, નગ્ન અવસ્થામાં જ કરી હતી હત્યા
મૃતક રાજવીર ચૌધરી અને આરોપી રોહન દિલીપ પટેલ પરિચિત હતા. આરોપીએ નગ્ન અવસ્થામાં જ વાપીના ટ્રાન્સપોર્ટ રાજવીર ચૌધરીની કરપીણ હત્યા કરી અને ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો.


ભરતસિંહ વાઢેર, વલસાડઃ રાજ્યના પડોશમાં આવેલા નાનકડા સંઘપ્રદેશ દાદરાનગર હવેલીના (dadara nagar haweli) દાદરામાં બે દિવસ પહેલા વાપીના ટ્રાન્સપોર્ટની (Transport of Vapi murder case) હત્યાનો ભેદ ઉકેલાાઇ ગયો છે. અને સંઘપ્રદેશ દાદરા નગર હવેલી પોલીસે હત્યા કરનાર આરોપી તરીકે મૃતકના એક પરિચિત યુવા મિત્રની ધરપકડ કરી છે. મહત્વપૂર્ણણ છે કે બે દિવસ અગાઉ દાદરામાં આવેલા એક ભોજનાલયની ઉપર આવેલા એક રૂમમાં વાપીના એક ટ્રાન્સપોર્ટની હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.


વાપીના ચણોદ વિસ્તારમાં રહેતા રાજવીર ચૌધરી નામના ટ્રાન્સપોર્ટનો તેના ઘરથી ત્રણ કિલોમીટર દૂર આવેલી દાદરાના ઓમ સાંઈ ભોજનાલયની રૂમમાંથી નગ્ન અવસ્થામાં મૃતદેહ મળી આવ્યો હતો. ઘટના બાદ પ્રદેશની પોલીસ દોડતી થઇ ગઇ હતી. અને આ સનસનીખેજ હત્યાનો ભેદ ઉકેલવા માટે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી પોલીસના ઉચ્ચ અધિકારીઓની આગેવાનીમાં ચાર ટીમો બનાવવામાં આવી હતી. આથી ગણતરીના દિવસોમાં જ સંઘપ્રદેશ દાદરા નગર હવેલી પોલીસની મહેનત રંગ લાવી અને આ કેસનો ભેદ ઉકેલી નાખ્યો છે.


સંઘપ્રદેશ દાદરા નગર હવેલી પોલીસે વાપીના ટ્રાન્સપોર્ટની હત્યાના ભેદ ઉકેલી વાપીના લવાછામાંથી એક રોહન પટેલ નામમાં આરોપીની ધરપકડ કરી છે. જોકે બનાવના દિવસે મૃતક રાજવીર ચૌધરી દાદરામાં આવેલા ઓમ સાંઈ ભોજનાલય ઉપર આવેલા એક રૂમમાં રોકાયા હતા. અવાર નવાર ભોજનાલયમાં આવતા હોવાથી લોજ માલિકે તેમને ફ્રેશ થવાના બહાને 2 કલાક માટે રૂમ આપ્યો હતો. પરંતુ બનાવ ના દિવસે રૂમમાંથી નગ્ન હાલતમાં મળી આવ્યા હતા. મૃતદેહના ગળે ગંભીર ઈજાના નિશાન હતા. આથી પોલીસ પરિસ્થિતિની ગંભીરતા સમજી ગઈ હતી. જોકે રૂમ બહારથી બંધ હતો આથી રાજવીર ચૌધરીની હત્યાનું રહસ્ય ઘેરાયું હતું.


પોલીસે તપાસ દરમિયાન ભોજનાલયની બહાર લગાવેલા સીસીટીવી કેમેરા અને નજીકના વિસ્તારમાં લગાવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવ્યા હતા. જેમાં જોવા મળતા દ્રશ્યો મુજબ આ શાઈ ભોજનાલયમાં રાજવીર ચૌધરી આવી ગયાના થોડા સમય બાદ એક યુવક ઠેલીમાં કઈ ભરી અને ઓમ સાઈ ભોજનાલયમાં આવે છે. સાથે જ નજીકની અન્ય એક જગ્યાએથી મૃતક રાજવીર ચૌધરી અને આરોપી રોહન દિલીપ પટેલ બંને સાથે જોવા મળ્યા હતા.


આ બંને વ્યક્તિઓ નજીકમાં નજીકથી જ બિયરના ટીન લીધા હતા અને એક પછી એક આ ભોજનાલય માં આવી અને રૂમમાં પાર્ટી કરવા બેઠા હતા. અને તે દરમિયાન જ આરોપી રોહન દિલિપ પટેલે કોઈ કારણસર રાજવીર ચૌધરીની ગળા પર તિક્ષ્ણ હથિયારના ઘા મારીને હત્યા નીપજાવી હતી.. અને ત્યારબાદ મૃતક રાજવીર ચૌધરીએ પહેરેલા સોનાની વીંટી, ચેન અને તેમની પાસે રહેલા રોકડ રૂપિયા લઇ અને રુમને બહારથી બંધ કરી અને ફરાર થઈ ગયો હતો.


પ્રાથમિક તપાસમાં આરોપી એ લૂંટ માટે જ હત્યા કરી હોવાનું બહાર 2 છે. પરંતુ બનાવના દિવસે મૃતક રાજવીર ચૌધરી બહારથી લોક મારેલા રૂમમાં અંદર નગ્ન અવસ્થામાં હત્યા કરાયેલી હાલતમાં જોવા મળ્યા હતા. આથી પોલીસે પોલીસ હવે મૃતક અને આરોપી વચ્ચેના સંબંધોની પણ તપાસ હાથ ધરી છે ..અને આરોપીને રિમાન્ડ પર લઈ અને હત્યાનું સાચું કારણ જાણવા અને આ હત્યા પાછળ ઘેરાયેલા રહસ્યને મૂળ સુધી પહોંચવા માટે તપાસ હાથ ધરી છે.


પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે. મૃતક રાજવીર ચૌધરી અને આરોપી રોહન દિલીપ પટેલ છેલ્લા કેટલાક સમયથી એકબીજાથી પરિચિત હતા. અને જોકે બંને રૂમમાં બીયરની પાર્ટી કર્યા બાદ એવું તો શું બન્યું ??? કે આરોપીએ નગ્ન અવસ્થામાં જ વાપીના ટ્રાન્સપોર્ટ રાજવીર ચૌધરીની કરપીણ હત્યા કરી અને ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો. આમ આરોપીની ધરપકડ બાદ પણ સંઘપ્રદેશ દાદરાનગર હવેલીની પોલીસ ને આ હત્યા માં હજુ પણ ઘેરાતા તમામ સવાલોના જવાબ નથી મળ્યાં. આથી પોલીસે આરોપીની રિમાન્ડ પર લઈ ને આ હત્યામાં ઘેરાતા તમામ સવાલોના જવાબ મેળવવા માટે ઊંડાણપૂર્વક આગવી ઢબે આરોપી રોહન પટેલ ની તપાસ હાથ ધરી છે.