ભરતસિંહ વાઢેર, વાપી : વાપી ટાઉન પોલીસે વાપી જીઆઇડીસી અને (Vapi Police) સમગ્ર વલસાડ જિલ્લા ઉપરાંત સંઘ પ્રદેશ દમણમાં પણ બાઈક ચોરીના અનેક ગુનાઓને અંજામ આપનાર એક ચબરાક બાઇક ચોર (Bike Theft gang caught) ગેંગને ઝડપી પાડી છે. પોલીસ ને હાંફતી કરનાર આ બાઇકચોર ગેંગનાં ચાર આરોપીઓ પોલીસના હાથે ઝડપાતા પોલીસ પણ ચોંકી ગઈ હતી. કારણકે આરોપીઓમાં કોઈ મોટા ખૂનખાર ગુનેગારો નહીં પરંતુ ત્રણ લબરમૂછિયા યુવકો અને એક સગીર આરોપીનો સમાવેશ થાય છે. પોલીસે શરૂઆતમાં તેઓને ચોરીનાં ચોરીના મોટર સાયકલ ચલાવતા ઝડપી પાડયા હતા. પરંતુ તેમની આગવી ઢબે ઊંડાણપૂર્વક તપાસ કરતા મોટરસાયકલ ચોરીના એક પછી એક એમ કરીને 14 (14 Bikes Seized) ગુનાઓના ભેદ ઉકેલાયા છે. અને 14 બાઇકો પણ પોલીસે કબજે કર્યા છે.
સામાન્ય અને માસૂમ લાગતા ચહેરાઓ જોઈ ને આપને પણ દયા આવતી હશે, પરંતુ આપ એ વાત જાણીને ચોંકી જશો કે આ લબરમૂછિયા અને માસુમ લાગતાં ચહેરાઓ પાછળ શાતિર દિમાગ છે. જે ગુનાખોરીની દુનિયામાં ખૂબ જ આગળ વધી ગયું છે.આપને જણાવી દઇએ કે આ લબરમૂછિયા ત્રણ આરોપીઓએ કોઈ સામાન્ય નહીં પરંતુ એક પછી એક અનેક ચોરીઓના ગુનાઓને અંજામ આપ્યો હતો.
બાતમીના આધારે પોલીસ વાપી ટાઉન વિસ્તારમાં વોચમાં હતી એ વખતે જ રસ્તા પરથી બાઈક પર અને મોપેડ પર પસાર થતા ત્રણ લબરમૂછિયા યુવકો અને એક સગીરને રોક્યા હતા અને તેમની પૂછપરછ કરી હતી પોલીસે પૂછપરછમાં આ યુવકો પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ અને તેઓ જે વાહન ચલાવી રહ્યા હતા તે વાહનોના જરૂરી કાગળ માગતાં તેઓ કઈ આધાર પુરાવા રજુ નહીં કરી શકતા પોલીસે તેમની અટકાયત કરી આગવી ઢબે પૂછપરછ કરી હતી અને પોલીસની આગવી ઢબે પુછપરછ માં આ લબરમૂછિયાઓએ પોતે કરેલા કારનામાઓ કબુલ્યા હતા.
બાઇકચોર ગેંગ પાસેથી પોલીસે 14 મોટરસાયકલ સહિત 2.90 લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો બાઈક ચોરીના ગુનામાં આરોપીઓની પર એક નજર કરીએ તો શિવમ કુંદન કૂર્મી ઉંમર 20 વર્ષ મૂળ યુપી. અભિષેક ઉર્ફે મિલન વિનોદ સિંગ ચંદેલ ઉંમર 19 વર્ષ મુળ મહારાષ્ટ્ર . સંજય શંભુપ્રસાદ જયસ્વાલ ઉંમર 21 વર્ષ મૂળ વેસ્ટ બંગાલ અને એક સગીર આરોપીનો સમાવેશ થાય છે. એમ અલગ અલગ રાજ્યના આ લબરમૂછિયા એક બીજાના ઘર નજીક રહેતા હતા અને એક બીજાની સંગતમાં આવી તેઓએ ધીરે ધીરે ગુનાખોરીની દુનિયામાં કદમ રાખ્યો. અને થોડા જ સમયમાં ગેંગે વાહન ચોરીની અનેક ગુનાઓને આચરી અને સમગ્ર વલસાડ જિલ્લા ઉપરાંત દમણ પોલીસને પણ દોડતી કરી દીધી હતી.
આ મામલે ડીવાયએસપી વીરભદ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે 'વાહન ચેકિંગ દરમિયાન આ લોકો મોપેડ લઈને જઈ રહ્યા હતા. ત્યારે તેમની પાસે કાગળો માંગતા કાગળો મળી આવ્યો નહોતા. દરમિયાન તેમની અટક કરી અને આકરી પૂછપરછ કરતા એક પછી એક 14 ગુનાનો ભેદ ઉકેલાયો હતો. આ ગેંગે વાપી ટાઉન, જીઆઈડીસી, અને દમણમાં ચોરેલી બાઇકો જુદા જુદા સ્થળોએથી કાઢી આપી હતી. ઝડપાયેલા પૈકીના શિવમ ઉપર અગાઉ પણ 4 ગુના નોંધાઈ ગયા છે.