

ભરતસિંહ વાઢેર, વલસાડઃ તાજેતરમાં મોટી માત્રા દારુનો જથ્થો (liquor caught) પકડાવાની અનેક ઘટનાઓ સામે આવી છે. બૂટલેગરો દ્વારા ગુજરાત (Gujarat) બહારથી વિદેશી દારૂ ગુજરાતમાં ઘૂસાડવા માટે અનેક વિવિધ રીતે અપનાવતા હોય છે. પરંતુ ક્યારેક બૂટલેગરોના (Botleggers) પ્લાન ઉપર પોલીસ પાણી ફેરવી દેતી હોવાનું પણ સામે આવે છે. પરંતુ વાપી ટાઉન પોલીસે (Vapi Town Police) વિદેશી દારુ સાથે એક ઉધોગપતિ દંપતીને (Industrialist couples) ઝડપી પાડ્યું હતું.


મળતી માહિતી પ્રમાણે વાપી ટાઉન પોલીસે દમણથી ગુજરાતમાં પ્રવેશતા વિદેશી દારૂના જથ્થા સાથે સુરતના એક ઉધોગપતિ દંપતીને ઝડપી પાડ્યું છે. સુરતના પીપલોદ વિસ્તારમાં રહેતો આ કઢીવાલા ઉધોગપતિ દંપતી (kadhivala couple) પોતાના બાળકો સાથે દમણ ફરવા આવ્યું હતું.


અને ત્યાર બાદ ઘરે પરત ફરતા તેઓએ દમણની વિવિધ વાઇન શોપ પરથી વિદેશી બોટલો ખરીદી હતી. અને ત્યારબાદ તેઓ મોંઘીદાટ કારમાં દમણ અને ગુજરાતની હદ પર આવેલા ડાભેલ ચેકપોસ્ટ (Dabhel checkpost) પરથી ગુજરાતમાં પ્રવેશ્યા હતા.


એ વખતે જ ચેકપોસ્ટ આગળ તપાસમાં રહેલ વાપી ટાઉન પોલીસે કારને રોકી તપાસ કરતા કારમાંથી 11 બોટલ વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.


આ સાથે જ કારમાં સવાર સુરતના પિપલોદમાં રહેતા ઉધોગપતિ મિહિર મહેન્દ્ર કઢીવાલા અને તેમના પત્ની સ્વાતિ મિહિર કઢીવાલાને વિદેશી દારૂ ની હેરફેરની ગુનામાં ઝડપી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


જોકે કે આ દંપતીએ પોલીસ સમક્ષ દારૂનો આ જથ્થો કોઈને વેચવા નહીં પરંતુ પોતાના માટે જ લાવ્યા હોવાની પોલીસ સમક્ષ દલીલ કરી હતી. પરંતુ પોલીસે તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.