વલસાડઃ શું તમે મોડીફાઈ બુલેટ ચલાવો છો? પોલીસે 50થી વધુ બૂલેટ જપ્ત કર્યા, બુલેટરાજાઓની 'શાન' લાવી ઠેકાણે
બુલેટને મોડીફાઇ કરી અને તેના સાઇલેન્સરને પણ મોડીફાઇડ કરી ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા બુલેટરાજાઓની શાન ઠેકાણે લાવવા પોલીસે આજે વાપી અને વલસાડમાં વિશેષ અભિયાન હાથ ધર્યું હતું.


ભરતસિંહ વાઢેર, વલસાડ: વલસાડ જિલ્લામાં આજે પોલીસે જિલ્લાના વિવિધ શહેરોમાં બુલેટરાજાઓ (BulletRaja) પર તવાઈ બોલાવી હતી. બુલેટને મોડીફાઇ (Modify the bullet) કરી અને તેના સાઇલેન્સરને પણ મોડીફાઇડ કરી ધ્વનિ પ્રદૂષણ (Noise pollution) ફેલાવતા બુલેટરાજાઓની શાન ઠેકાણે લાવવા પોલીસે આજે વાપી અને વલસાડમાં વિશેષ અભિયાન હાથ ધર્યું હતું.


આ અભિયાન અંતર્ગત વલસાડ અને વાપીમાં પોલીસે જાહેર રસ્તા અને શહેરના ચાર રસ્તા ઉપર ઉભા રહી અને ધ્વનિ પ્રદૂષણ કરતાં બુલેટ ચાલકોને રોકી અને બુલેટ જપ્ત કર્યા હતા. મહત્વપૂર્ણ છે કે છેલ્લા કેટલાક સમયથી યુવાવર્ગમાં બુલેટનો ક્રેઝ વધી રહ્યો છે.


અને બુલેટ મોડીફાઇ કરી અને તેના સાઇલેન્સરને પણ પણ મોડીફાઇ કરી અને જાહેર રસ્તા ઉપર પૂર ઝડપે બુલેટ ચલાવી અને લોકોનું ધ્યાન આકર્ષિત કરવાનું એક ખોટું ચલણ ચાલી રહ્યું છે.


જિલ્લાના શહેરોમાં જાહેર રસ્તાઓ પર આવા મોડીફાઇ બુલેટ ચાલકો ધ્વનિ પ્રદૂષણ કરે છે. જેના કારણે સામાન્ય લોકો અને રાહદારીઓ માટે ત્રાસરૂપ સાબિત થાય છે. આથી આજે વલસાડ જિલ્લામાં પોલીસે આવા ધ્વનિ પ્રદૂષણ કરતા આવા બુલેટરાજાઓની શાન ઠેકાણે લાવવા માટે વાપી અને વલસાડમાં વિશેષ અભિયાન હાથ ધર્યું હતું.


જે અંતર્ગત વાપી અને વલસાડમાં પોલીસે ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા 50થી વધુ બૂલેટને જપ્ત કરી તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરી હતી.અને ધ્વનિ પ્રદૂષણ સહિત અન્ય નિયમનો ભંગ કરવા બદલ તેમની પાસેથી દંડ વસૂલવામાં આવ્યો હતો.


આમ વલસાડ જિલ્લામાં આજે પોલીસે બુલેટ રાજા ઓ ની શાન ઠેકાણે લાવવા માટે જે રીતે કડક અભિયાન હાથ ધરી અને લાલ આંખ કરી હતી. આથી જિલ્લાના બુલેટરાજાઓમાં ફફળાત વ્યાપી ગયો હતો.