ભરતસિંહ વાઢેર, વલસાડ: વલસાડ જિલ્લા પોલીસે (Valsad jilla police) વાપી કપરાડા અને નાનાપોંઢા વિસ્તારમાં પાન મસાલાના (Pan masala) અને તમાકુના કારોબારીઓને (Tobacco dealer) ત્યાં રેડ કરી (Raid) રૂપિયા 2.29 કરોડ ના મુદ્દામાલ સાથે પાંચ આરોપીઓની અટકાયત કરી છે . કોઈપણ જાતના આધાર પુરાવા કે બીલ વીના પાન મસાલા અને તમાકુનો મોટા પ્રમાણમાં સંગ્રહ અને વેપાર કરતાં કારોબારીઓ પર પોલીસની લાલ આંખ થતાં જિલ્લામાં પાન મસાલા અને તમાકુના વિક્રેતાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. કાકડકોપરના ગોડાઉન અને દિક્ષલમાં એક ઘરેથી અંદાજે 2.29 કરોડ રૂપિયાની કિંમતના મુદ્દામાલ સાથે 5 લોકોની સામે અટકાયતી પગલાં લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મહત્વપૂર્ણ છે કે વલસાડ જિલ્લા પોલીસને છેલ્લા કેટલાક સમયથી બાતમી મળી હતી કે.. વલસાડ જિલ્લામાં કેટલાક શકશો કોઈપણ જાતના આધાર પુરાવા કે બીલ વીના પાન મસાલા અને તમાકુ નો મોટા પાયે સંગ્રહ અને વેપાર કરી રહ્યા છે ..આથી પોલીસે મળેલી બાતમીના આધારે વિવિધ ટીમો બનાવી અને વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના દીક્ષલ ગામ અને નાનાપોન્ઢા અને વાપીના એક ગોડાઉનમાં રેડ કરી હતી. રેડમાં પોલીસને મોટી માત્રામાં ગોડાઉન અને મકાનોમાં સંગ્રહ કરેલો પાન મસાલા અને તમાકુ નો કરોડો રૂપિયાનો જથ્થો મળી આવ્યો હતો.
જેને જપ્ત કરી પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે.સૌ પ્રથમ વાપી ટાઉન પોલીસે વાપીના ભડકમોરામાં આવેલા શક્તિ એન્ટરપ્રાઇઝ નામના ગોડાઉનમાં છાપો માર્યો હતો. આ કાર્યવાહીમાં ગોડાઉનમાંથી ગેરકાયદે રીતે સંગ્રહ કરાયેલા પાનમસાલાના 53 પેલા અને તમાકુના ભરેલા 17 થેલા મળી કુલ 68326 રૂપિયાનો મુદ્દામાલ કબજે લઈ ગોડાઉનમાં હાજર આરોપી ભરત બહાદુર માલીને આધાર પુરાવા અંગે પૂછ્તા તે સંતોષકારક જવાબ આપી શક્યો ન હતો.
સાથે જ કપરાડાના દીક્ષલ ગામ ના રાનવહાર ફળિયામાં રહેતા દિવ્યેશ ચંદુ વાઘેરાના ઘરમાં પણ પોલીસે રેઇડ કરી હતી..ઘર માં થી પાનમસાલા અને તંબાકુના પાઉચો મળી કુલ અંદાજે રૂપિયા..1.13 કરોડ નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.. વલસાડ જિલ્લા પોલીસે જિલ્લાના વિવિધ સ્થળો પરથી રેડ કરી અને અંદાજે 2.29 કરોડની કિંમતના પાન મસાલા નો જથ્થો જપ્ત કર્યો હતો અને પાંચ શખ્સો વિરુદ્ધ અટકાયતી પગલા લેવામાં આવ્યા છે તેમની અટકાયત કરી આગળની જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.