ભરતસિંહ વાઢેર, વલસાડઃ એક અગ્રણી ઉદ્યોગપતિ (Businessman) અને એક અગ્રણી બિલ્ડરના અપહરણ (builder Kidnapping) પહેલા જ વલસાડ જિલ્લાની ડુંગરા પોલીસ (Dungara police) એક ખૂંખાર ગેંગને પિસ્તોલ અને ઘાતક હથિયારો સાથે ઝડપી પાડી છે. વાપીની ડુંગરા પોલીસે લૂંટ (loots) અને અપહરણ ને અંજામ આપવા નિકળેલી એક ખૂંખાર ગેંગને ઝડપી ગેંગના 4 સાગરીતોને પણ દબોચી લીધા છે.
વલસાડ જિલ્લાના ઉમરગામ ના એક અગ્રણી ઉધોગપતિની થોડા દિવસ અગાઉ અપહરણ થયું હતું. અને અપહરણકર્તાઓએ પરિવારજનો પાસેથી કરોડો રૂપિયાની ખંડણી માંગી હતી.. જોકે એ કેસ અને વલસાડ જિલ્લા પોલીસે સફળતાપૂર્વક ઉકેલી અને બિલ્ડરનો છુટકારો કરાવ્યો હતો. અને દેશભરમાં અપહરણ ના ગુનાઓ ને અંજામ આપતી એક ખુંખાર કરતા ગેંગને ઝડપી પાડી હતી. ત્યારે ફરી એક વખતવલસાડ જિલ્લામાં અપહરણ અને લુંટના ગંભીર ગુનાઓને અંજામ આપતી એક ખૂંખાર ગેંગે એક્ટિવ થઇ હોવાની વલસાડ જિલ્લા પોલીસને બાતમી મળી હતી.
આથી પોલીસ એલર્ટ પર આવી ગઈ હતી. એ વખતે જ વાપી ડુંગરાના પોલીસને એક ગુપ્ત બાતમી મળી જેમાં અપહરણ અને લૂંટ જેવા ગંભીર ગુનાઓને અંજામ આપતી એક ખૂંખાર ગેંગ વાપીના એક અગ્રણી ઉદ્યોગપતી અને સેલવાસના એક અગ્રણી બિલ્ડર ને ટાર્ગેટ બનાવી તેમનું અપહરણ કરી તેમના પરિવાર પાસેથી કરોડો રૂપિયાની ખંડણી માંગવાના પ્લાન સાથે ગુનાને અંજામ આપવા નીકળી છે... એવી બાતમી મળતા વલસાડ જિલ્લા પોલીસ એક્ટિવ થઇ ગઈ હતી. વાપી ના ડુંગરા પોલીસની ટીમ બાતમી મળ્યા બાદ સંઘપ્રદેશ દાદરાનગર હવેલી અને વાપીની હદ પર આવેલા પીપરીયા નજીક વોચ માં બેઠી હતી.
એ વખતે જ રોડ પરથી પસાર થતી એક નંબર પ્લેટ વિનાની શંકાસ્પદ કાર ને રોકવા પોલીસે પ્રયાસ કર્યો હતો.. પરંતુ કારમાં સવાર અન્ય શખ્સો પરિસ્થિતિ પારખી ગઈ પોલીસને જોતા જ પુરઝડપે હંકારી દીધી હતી..આથી ડુંગરા પોલીસ સ્ટેશન ના પી.એસ .આઇ. જયદીપ સિંહ ચાવડા અને પી.એસ.આઇ. એલ.જી.રાઠોડ ની ટીમ પહેલાથી તૈયારીમાં હતી.. અને ફરાર થઈ રહેલી કાર નો ફિલ્મી ઢબે પીછો કર્યો હતો.. અને પીપરીયા ચેકપોસ્ટ પર પહોંચતાં જ કારને પોલીસે રોકી લીધી હતી. કાર રોકાતાજ કાર માંથી એક વ્યક્તિ ફરાર થઈ ગયો હતો ..જોકે પોલીસે કારમાં સવાર અન્ય ચાર વ્યક્તિઓને ઝડપી પાડયા હતા.
કારમાં સવાર વ્યક્તિઓની તપાસ કરતાં તેમની પાસેથી વિદેશી બનાવટની એક ઓટોમેટીક પિસ્તોલ અને 10 જીવતા કારતૂસ અને મેગેઝીન પણ મળી આવ્યું હતું ..આથી પોલીસ ચોકી થી વધુ તપાસ કરતા વ્યક્તિઓ પાસેથી અન્ય ઘાતક હથિયારો પણ મળી આવ્યા હતા.. આથી પોલીસે કારમાં સવાર તમામ ચાર વ્યક્તિઓ ની અટકાયત કરી અત્યારે પોલીસ સ્ટેશન લઇ આવી હતી. .પોલીસ ના હાથે ઝડપાયેલા આરોપીઓમાં લગભગ તમામ આરોપીઓ લબરમૂછિયા 22 વર્ષની ઉંમરના છે.
1: ટુંનું સિંગસિંગ ઉર્ફે જયસિંગ ઉર્ફે જય બ્રીજકિશોર સિંગ ..ઉંમર 24 વર્ષ,, મૂળ બિહાર<br />2 :શ્રિકેશ ઉર્ફે પોલું રાકેશ સિંગ , ઉંમર 22 વર્ષ<br />3:ફેલિક્ષ શિબુ થોમસ ઉંમર 20 વર્ષ<br />4: અમિત જયપ્રકાશ સિંગ, ઉંમર 18 વર્ષ ,પોલીસ. ના હાથે ઝડપાઇ ગયા હતા.<br />જ્યારે પાંચમો આરોપી વિશાલ ઉર્ફે કાલું ફરાર થઈ જતાં તેને વોન્ટેડ જાહેર કર્યો હતો. અને ઝડપાયેલા આરોપીઓની આગવી ઢબે પૂછપરછ શરૂ કરી હતી..
ઝડપાયેલા આરોપીઓની પોલીસે પૂછપરછ કરતા આ ગેંગ એ વાપી એક અગ્રણી ઉદ્યોગપતિ નારાયણ શેટ્ટી અને સેલવાસના અગ્રણી બિલ્ડરના ભરત પંચાલના અપહરણ અને લૂંટ સાથે કરોડો રૂપિયાની ખંડણી વસૂલવાના પ્લાનનો સનસનીખેજ ખુલાસો થયો હતો. જોકે ગુનાને અંજામ આપે તે પહેલાં જ તેમને ઝડપી લીધા હતા. આરોપીઓની પૂછપરછમાંજે વિગતો બહાર આવી છે જાણીને ખુદ પોલીસ પણ ચોંકી ગઈ હતી. કારણ કે આરોપીઓ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી અને વાપી અને સેલવાસ જેવા મોટા શહેરોમાં જાહેર રસ્તા ઉપરથી પસાર થતી મોંઘીદાટ કાર પીછો કરતા હતા અને કારની રેકી કર્યા બાદ આટલી મોંઘી દાટ કોણ ફરી રહ્યું છે?? તેની પૈસા આપવાની કેટલી કેપેસીતી છે ??? તે સમગ્ર માહિતી વિવિધ પ્રકારે રેકી કરી અને મેળવતા હતા.. અને ત્યાર બાદ મોટા ઉદ્યોગપતિઓ અને બિલ્ડરોની રેકી કરી તેમનું અપહરણ કરીને તેમના પરિવાર પાસેથી કરોડો રૂપિયાની ખંડણી માંગવા માટેનું પ્લાનિંગ કરતા હતા.. આરોપીઓ રસ્તાઓ પરથી દોડતી મોંઘીદાટ કાર ના આધારે પોતાનો શિકાર અને ટાર્ગેટ નક્કી કરતા અને ત્યારબાદ તેના વિશે તમામ માહિતી મેળવી અને અપહરણ નો પ્લાન બનાવતા હતા તેને અંજામ આપવા નીકળી પડતા હતા.
પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપીઓની ગુનાહિત ભૂતકાળનો પણ ખુલાસો થયો છે.. આરોપીઓની ગેંગના બે સાગરીતો જેઓ વર્ષ 2020માં પણ વાપી જીઆઇડીસી વિસ્તારમાંથી એક અગ્રણી ઉદ્યોગપતી નું અપહરણ કર્યું હતું . અને ત્યારબાદએ અગ્રણી ઉદ્યોગપતિ ના પરિવારજનો પાસેથી લાખો રૂપિયાની ખંડણી પણ વસૂલ કરી હતી. અને ત્યારબાદ ઉદ્યોગપતિનો છૂટકારો થયો હતો..જોકે એ ગુનામાં પોલીસના હાથે ઝડપાઇ ચુકયા બાદ બંને આરોપીઓને જેલ પણ થઇ હતી. પરંતુ જેલમાંથી બહાર આવ્યા બાદ ફરી એક વખત તેઓએ અને લૂંટ અને અપહરણ કરવા માટે એક વ્યવસ્થિત ગેંગ બનાવી હતી.. અને આ અંગે વાપી અને આસપાસના વિસ્તારના અગ્રણી ઉદ્યોગપતિ અને સેલવાસ ના બિલ્ડરો ની રેકી કરી અને તેમનું અપહરણ કરવાના ટાર્ગેટ સાથે મિશન પર નીકળતા હતા .જોકે આ વખતે ગુનાને અંજામ આપે એ પહેલા જ ડુંગરા પોલીસ ત્રાટકી હતી અને અને તમામને દબોચી લીધા છે.. આમ અત્યાર સુધીની તપાસમાં ગેંગ ના સાગરીતોના ખૂંખાર ગુનાહિત ભૂતકાળ પણ પોલીસના સામે આવ્યો છે..
અત્યારે પોલીસે આરોપીઓ પાસેથી વિદેશી બનાવટની એક ઓટોમેટિક પિસ્તોલ , 10 નંગ જીવતા કારતૂસ , તિક્ષણ અને ઘાતક હથીયારો અને કાર મળી રૂપિયા 7.93 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.. અને 4 આરોપીઓની ધરપકડ કરી છે જોકે આ ગેંગનો એક સાગરિત હજુ પણ પોલીસના ચોપડે વોન્ટેડ છે. આ ગેંગના અગાઉ કરેલા ગુનાહિત ભૂતકાળ પણ સિલસિલાબધ બહાર આવ્યો છે.. અને હજુ પણ આરોપીઓના રિમાન્ડ દરમિયાન અનેક ચોંકાવનારા ખુલાસા થવાની પણ શક્યતા જોવાઇ રહી છે . અને હજુ પણ કેટલાક કેટલા ઉદ્યોગપતિઓ કે માલેતુજારો આ ગેંગના રડારમાં હતા ??? તે અંગે પણ પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.આથી તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા જોવાઇ રહી છે.