ભરતસિંહ વાઢેર, વલસાડ: વલસાડ જિલ્લામાં (valsad) વલસાડ પોલીસ અને આરોગ્ય વિભાગની ટીમો દ્વારા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં રેડ (raid) કરવામાં આવી હતી. આ કાર્યવાહીમાં જિલ્લામાંથી વિવિધ જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી કોઈ પણ જાતની પરવાનગી કે આધાર પુરાવા વિના બોગસ પ્રેકટીસ (Bogus doctors) કરતા ઝોલાછાપ તબીબો ઝડપાયા હતા. પોલીસ અને આરોગ્ય વિભાગની (Police and health team) આ કાર્યવાહીમાં જિલ્લાના વલસાડ શહેર , વલસાડ ગ્રામ્ય વિસ્તાર, ઉમરગામ તાલુકાના ભીલાડ, વાપી અને કપરાડા તાલુકાના નાનાપોંઢા વિસ્તારમાંથી બોગસ રીતે પ્રેક્ટિસ કરતા 7 ઝોલા છાપ તબીબો પોલીસ અને આરોગ્ય વિભાગની ટીમોના હાથે લાગ્યા હતા.
પોલીસે તમામની અટકાયત કરી તેમના પાસે રહેલા આધાર પુરાવા અને સર્ટીફિકેટ માગ્યા હતા. જોકે મોટાભાગના કેસોમાં કોઇ પણ જાતના સર્ટિફિકેટ કે આધાર પુરાવાઓ કે.. ઈન્ડીયન મેડીકલ એસોસિએશન નું પણ કોઈપણ પ્રમાણપત્ર કે પરવાનગી સહિત જિલ્લા આરોગ્ય વિભાગની પણ કોઈ પરવાનગી હતી નહીં. આથી પોલીસ અને આરોગ્ય વિભાગે સમગ્ર મામલાને ગંભીરતાથી લઇ.
આથી તમામ વિરોધ કડક અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.. આમ વલસાડ જિલ્લામાં એક સાથે જિલ્લાના તમામ તાલુકાઓમાં વલસાડ જિલ્લા પોલીસની ટીમો અને આરોગ્ય વિભાગની ટીમોએ કરેલી કાર્યવાહીના કારણે જિલ્લાના ઝોલાછાપ તબીબોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. કાર્યવાહીમાં પોલીસે તમામની અટકાયત કરી તેમના વિરોધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.