વાપી નજીક આવેલા બગવાડા ટોલનાકા પર આજે ભીલાડની રાજ્ય આવકવેરા વિભાગની ટીમ તપાસમાં હતી. ટીમ દ્વારા હાઇવે પરથી પસાર થતાં માલ વાહતુક વાહનોને રોકી તેમાં માલ સામાનની થયેલી હેરાફેરીના e-way બિલની તપાસ થઇ રહી હતી. એ વખતે જ રાજ્ય આવકવેરા વિભાગે મુંબઈ તરફથી આવી રહેલી વી ટ્રાન્સ કંપનીના એક કન્ટેનરને રોક્યું હતું અને તેમાં ભરેલા સામાન અંગના બિલ અંગે વિભાગની ટીમે તપાસ હાથ ધરી હતી. કન્ટેનર ચાલક ટીમને તેની પાસે રહેલા જરૂરી કાગળો અને બિલ આપી ત્યાં ઊભો હતો. જોકે ત્યારબાદ મોકો મળતાં જ ટ્રક ચાલક ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો. પરંતુ, રાજ્ય આવકવેરા વિભાગે હાથ ધરેલી તપાસમાં માંથી મળેલા e way bill નકલી હોવાનું બહાર આવ્યું હતું, અને નકલી ewaybillના કૌભાંડની આડમા ગેરકાયદેસર સામાનની હેરાફેરી થઈ રહી હતી.
આમ પોલીસે કન્ટેનર રોકી અને નકલી e waybill કૌભાંડ ઝડપી પાડ્યું હતું. જોકે બગાસું ખાતા પતાસું ત્યારે ફળ્યું જ્યારે રાજ્ય આવકવેરા વિભાગની ટીમે રોકેલા કન્ટેનરમાં તપાસ કરતાં જે સામાન દેખાયો તે સામાન જોઈને ખુદ આવકવેરા વિભાગની ટીમ પણ ચોંકી ગઈ હતી. કારણ કે, કન્ટેનરમાં ભરેલા સામાનના ewaybillમાં દર્શાવવામાં આવેલી કોઈ વસ્તુ નહીં પરંતુ વિદેશી દારૂની મોટો જથ્થો ભરેલો હતો. આથી રાજ્ય આવકવેરા વિભાગની ટીમ પણ ચોંકી ગઈ હતી. આથી તેઓએ પહેલા નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. આથી પારડી પોલીસ પણ દોડતી થઇ ગઇ હતી, અને પોલીસે પણ આ મામલે સમગ્ર પ્રકરણની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.કન્ટેનરમાં 23 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થથો અને કન્ટેનર મળી 33 લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
મહત્વપૂર્ણ છે કે દેશમાં ટેક્સના માળખાના સરડીકરણ માટે જીએસટી અને ewaybill સહિતની નવી પદ્ધતિનો અમલ કરવામાં આવી રહ્યો છે. આથી રાજ્યમાંથી ચેકપોસ્ટ અને અન્ય ચેકનાકા પણ દૂર થઈ ગયા છે અને ewaybill ના આધારે સામાનની હેરફેર થઈ રહી છે. પરંતુ હવે ભેજાબાજ ટ્રાન્સપોર્ટ રો નકલી બિલ ના આધારે ગેરકાયદેસર સામાનની હેરાફેરી પણ કરતા હોવાનું બહાર આવી રહ્યું છે. આ આ કૌભાંડમાં પણ અત્યાર સુધીની પ્રાથમિક તપાસમાં ઝડપાયેલી કન્ટેનર માંથી વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. ગણતરી કરતાં ૨૩ લાખની કિંમતના વિદેશી દારૂનો જથ્થો હતો. સંબંધિત વિભાગના અધિકારીઓના મત મુજબ અમુક સોફ્ટવેરના આધારે ભેજાબાજો ewaybillના તારીખ અને સમયમાં ફેરફાર કરી અને ત્યારબાદ બિલમાં દર્શાવેલા સામાનની જગ્યાએ બંધ કન્ટેનરોમાં કે ટ્રકોમાં ગેરકાયદેસર સામાનની હેરાફેરી કરતા હોવાનુ પણ જાણવા મળી રહ્યું છે. આમ આવકવેરા વિભાગે રોકેલા કન્ટેનરમાં નકલી waybill કૌભાંડ ઝડપાયું હતું. પરંતુ, એથી પણ વિશેષ ચોંકાવનારી વાત એ હતી કે, આ કન્ટેનરમાં મરચાની ઉત્પાદનની આડમાં વિદેશી દારૂની હેરાફેરી થઈ હતી, અને વી ટ્રાન્સ કંપની સાથે પણ આ ટ્રકનો કોઈ સંબંધ ન હોવાનો ખુલાસો થયો છે.
મહત્વપૂર્ણ છે કે, છેલ્લા સાત મહિનાથી lockdown જેવા માહોલમાં અને કોરોના કાળમાં પડોશી રાજ્યો અને દારૂની છૂટ ધરાવતા પડોશી કેન્દ્રશાસિત પ્રદેશ એવા દમણ અને દાદરા નગર હવેલીની પણ સરહદો મહિનાઓ સુધી સીલ કરવામાં આવી હતી. આથી મોટા ભાગે વિદેશી દારૂની હેરાફેરી પર રોક લાગી હતી. પરંતુ unlockની પ્રક્રિયામાં પડોશી રાજ્યો અને પ્રદેશોની હદ પર આવેલી ચેકપોસ્ટ ખોલી દેવામાં આવતા હવે ફરી વખત વિદેશી દારૂની હેરાફેરી મોટાપાયે થઇ રહી હોવાના અનેક કિસ્સાઓ અગાઉ પણ ધ્યાને આવે છે. જોકે આ વખતે પોલીસની જગ્યાએ આવકવેરા વિભાગે લાખો રૂપિયાની કિંમતના વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. સાથે જ આવકવેરા વિભાગે નકલી e waybillનું મસમોટું કૌભાંડ ઝડપી પાડ્યું છે. આમ ઝડપાયેલી ટ્રકમાંથી નકલી e waybill કૌભાંડની સાથે ચતુરાઈપૂર્વક વિદેશી દારૂના હેરફેરીનું પણ એક મસમોટું રેકેટ બહાર આવ્યું છે. આથી હવે આ સમગ્ર પ્રકરણમાં પોલીસ અને આવકવેરા વિભાગે પણ ઊંડાણપૂર્વક