ભરતસિંહ વાઢેર, વલસાડ: વલસાડના (Valsad) ધરમપુરમાં (Dharampur) મૃત સમજી બાળકીને સ્મશાનમાં લઈ જઈ અંતિમ વિધિ વખતે જ બાળકીએ આંખો ખોલી હતી. આ ચમત્કારિક ઘટના (OMG) સમગ્ર પંથકમાં ચર્ચાનું કેન્દ્ર બની છે. વલસાડ જિલ્લાના ધરમપુર નજીકના પાનવા ગામમાં સ્મશાનમાં અંતિમ વિધિ (funeral) માટે પહોંચેલી બાળકી આંખો ખોલી રડી પડતાં તુરંત ફરીથી હોસ્પિટલમાં (Hospital) ખસેડાઈ છે. આ ચમત્કારિક બનાવને લઇને પરિવારજનો તેમજ આસપાસના વિસ્તારોમાં પણ લોકોમાં ચર્ચા અને કુતૂહલનો વિષય બન્યો છે.
ઘરે બાળકીને કોઈ હલનચલન ન જણાતા પરિવાર જનો સ્માશાનમાં ખાડો ખોદી અંતિમવિધિ શરૂ કરતા પિતાના હાથમાં રહેલા નવજાત બાળકીએ હલનચલન સાથે આંખો ખોલતા તમામ આશ્ચર્યચકિત થઇ ગયા હતા. ધરમપુરના પાનવા ગામે પટેલ ફળીયામાં રેહતા જયમતીબેન અજયભાઇ ચૌધરી ગર્ભવતિ હોવાથી તા.1-4-2022 ના રોજ ધરમપુરની ચાઈલ્ડ કેર નામની ખાનગી હોસ્પિટલમાં પ્રસુતિ થઈ હતી.
<br />જેમાં સાતમા માસે બાળકીને જન્મ આપ્યો હતો પણ તેનું વજન ઓછું હાઁવાથી કાચની પેટીમાં રાખવી પડશે એવું પરિવારને જણાવી બાળકીને સતત ૬ સારવાર દિવસ આપ્યા ડૉક્ટરે બાળકીની સ્થિતિ નાજુક હોવાનું જણાવી તમારા સાગા - સંબંધીને બોલાવી લો એમ કહી બાળકીનો કબજો આપી દીધો હતો. નવજાત શિશુના પરિવારજનો શોકમાં ગરકાવ થયા હતા.
ત્યાર બાદ બાળકીને પોતાના ઘરે લઈ ગયા હતા અને ઘરે લઈ ગયા વાત બાળકીમાં કોઇ હલનચલન ન જણાતા બાળકી મૃત્યુ થયાનું અનુમાન લગાવી સ્મશાનમાં લઇ જઇ જમીનમાં ખાડો ખોદી તેની અંતિમ વિધિ કરવાની તૈયારી ચાલતી હતી ત્યાં અચાનક પિતાએ હાથમાં પકડેલી બાળકીએ હાથ - પગ મરોડીને આંખ ખોલતા હાજર તમામ લોકો ઘટનાને કુતૂહલવશ જોતા રહ્યા હતા.
હાલે બાળકીને ધરમપુરની શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલમાં એન આઈ સી યુમાં રાખવાના આવી છે હાલ તેની સ્થિતિ સુધારા ઉપર છે. આજે બાળકીને ફિડિંગ પણ કરાવવામાં આવ્યું હતુ. આમ મૃત્યુના મુખમાં પહોંચેલી બાળકી ફરીથી સજીવન થવાનો કિસ્સો બનતા આસપાસના વિસ્તારમાં કુતૂહલ અને આચાર્ય તેમજ લોકો ચર્ચાનો વિષય બન્યો છે હાલ તો બાળકી નસીબ લઈને આવી હોવાનું લોકો માની રહ્યા છે.