ભરતસિંહ વાઢેર, વાપી-વલસાડ: ગુજરાત વિધાનસભાની આઠ બેઠકો માટે પેટાચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. રાજ્યના બંને મુખ્ય પક્ષ ભાજપા અને કોંગ્રેસ બંનેએ ચૂંટણી જીતવા માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ત્યારે કપરાડા બેઠક પર કોંગ્રેસ માટે ઝટકા સમાન સમાચાર સામે આવી રહ્યા છે. કપરાડા બેઠક પર 200થી વધુ કોંગ્રેસી કાર્યકરોએ કોંગ્રેસનો હાથ છોડી ભાજપનો ખેસ પહેરી લીધો છે. ચૂંટણી પહેલા જ આ ભંગાણ સર્જાતા કોંગ્રેસમાં સોંપો પડી ગયો છે.
રાજ્યની આઠ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી સાથે વલસાડ જિલ્લાના કપરાડા વિધાનસભા બેઠકની પેટાચૂંટણી યોજાઈ રહી છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસ દ્વારા પેટા ચૂંટણીને લઈ વિધિવત રીતે ચૂંટણી પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે. ત્યારે ચૂંટણીના માહોલમાં વલસાડ જિલ્લા કોંગ્રેસમાં ભંગાણ યથાવત રહ્યું છે. આજે પણ 200થી વધુ કોંગ્રેસી કાર્યકર્તાઓ અને અગ્રણીઓએ કોંગ્રેસનો હાથ છોડી અને ભાજપની છાવણીમાં બેસી ગયા છે. જેને કારણે કોંગ્રેસમાં સોપો પડી ગયો છે.
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના નાનાપોંઢામાં યોજાયેલા ભાજપના એક ચૂંટણીલક્ષી કાર્યક્રમમાં આજે વલસાડ જિલ્લાની કપરાડાં તાલુકા પંચાયતના બે તાલુકા પંચાયતના સભ્યો, કેટલાક પૂર્વ સરપંચ અને 200થી વધુ કોંગ્રેસ કાર્યકર્તાઓ આજે કોંગ્રેસનો હાથ છોડી અને ભાજપની છાવણીમાં બેસી ગયા છે. આજે વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઇ દેસાઇ, વલસાડ ડાંગના સાંસદ કે.સી પટેલ અને કોંગ્રેસ છોડી ભાજપમાં આવેલા કપરાડાના પૂર્વ ધારાસભ્ય અને ભાજપના સંભવિત ઉમેદવાર એવા જીતુભાઈ ચૌધરીએ કોંગ્રેસ છોડી ભાજપમાં આવનાર તમામ કોંગ્રેસી અગ્રણીઓ અને કાર્યકર્તાઓને કેસરી ખેસ પહેરાવી અને ભાજપમાં આવકાર આવકાર્યા હતા.
મહત્વપૂર્ણ છે કે, અત્યાર સુધી કપરાડા વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીના માહોલમાં કોંગ્રેસના ગઢમાં ગાબડું પડવાનું યથાવત રહ્યું છે. આ અગાઉ પણ કોંગ્રેસ છોડીને અનેક કોંગ્રેસી અગ્રણીઓ અને કાર્યકર્તાઓ ભાજપમાં આવી ચૂક્યા છે. જોકે આ વખતે કપરાડા વિધાનસભા બેઠકના ધારાસભ્ય રહી ચૂકેલા જીતુભાઈ ચૌધરી ભાજપમાં આવતા જ હવે કપડા કોંગ્રેસમાં ભંગાણ યથાવત રહ્યું છે અને આજે ૨૦૦ થી વધુ કોંગ્રેસી કાર્યકર્તાઓ ભાજપમાં જોડાઇ જતા ભાજપની છાવણીમાં ઉત્સાહનો માહોલ છે જ્યારે કોંગ્રેસની છાવણીમાં સોપો પડી ગયો છે.આમ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી ને કારણે જિલ્લાનું રાજકારણ ગરમાયું છે અને ભાજપ અને કોંગ્રેસમાં જોડ ની રાજનીતિ જોરશોરથી ચાલી રહી છે