ઉમરગામના સ્ટેશન રોડ ઉપર ખાનગી કંપનીના કામદારોને લઇ જતી બસે પલટી મારી હોવાની ઘટના બની હતી. બસમાં 15 જેટલા કામદારોનો આબાદ બચાવ થયો હતો. જોકે, ડ્રાઇવરની ભુલના કારણે બસ પલટી થઇ હોવાનો લોકોો આક્ષેપ છે જ્યારે ક્રેઇન અને બસ વચ્ચે અકસ્માત સર્જાતા બસ પલટી ખાઇ ગઈ હતી. રસ્તા વચ્ચે જ બસ પલટી ખાઇ જતાં ટ્રાફિક જામની સમસ્યા સર્જાઇ હતી. જોકે, આ ઘટનામાં તમામ કામદારોનો આબાદ બચાવ થયો હતો. (ભરત પટેલ, વલસાડ)