તાપી : રાજ્યના આદિવાસી જિલ્લા તાપીમાં (Tapi) હિંદુસ્તાન ઝીંક કંપની (Hindustan Zinc Company) મામલે આજે ડોસાવાડામાં (Dosawada) ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB) દ્વારા લોક સુનાવણીનું (Public Hearing) આયોજન કરવામાં આવ્યું હતું. આ વિસ્તારમાં આ કંપની દ્વારા ઝીંક કંપનીનો પ્લાન્ટ સ્થાપવામાં આવનાર છે. આ અંગે આજે લોક સુનાવણી હાધ ધરાઈ હતી. જોકે, આદિવાસી સમાજ (Tribal Community) દ્વારા પ્રદૂષણ તેમજ જમીનના હક્કોના મામલે આજે ઉગ્ર વિરોધ (Protest) કરવામાં આવ્યો હતો અને સુનાવણી મોકૂફ કરવાની માંગ કરવામાં આવી હતી.
જોકે, ઉલ્લેખનીય છે કે ઝીંક કંપનીનો એક પ્લાન્ટ આવો રાજસ્થાનના ઝાવર માઇન્સમાં પણ આવેલો છે. અહીંયા પણ આવો વિરોધ અગાઉ થયો હતો પરંતુ આજે તેના વિકાસના દૃશ્યો જોતા તમને લાગશે નહીં કે ખરેખર આ રણપ્રદેશમાં ડુંગરાળ વિસ્તારનો ભાગ છે. આવી કંપનીઓનાં આવવાથી સ્થાનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ થાય છે તેમાં પણ બે મત નથી.