તાપીઃ ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ ગુજરાતમાં (Gujarat) ખૂલ્લેઆમ દારુ વેચાય છે. બૂટલેગરો (Bootlegger) બેફામ બનતા હોવાની અનેક ઘટનાઓ છાશવારે બનતી હોય છે. આવી જ બે ઘટનાઓ દક્ષિણ ગુજરાતમાં બની હતી. જેમાં સોનગઢમાં બૂટલેગરો દ્વારા પોલીસની કાર સળગાવી હતી. એટલું જ નહીં એક જમાદારને કેરોસીન છાંટીને સળગાવવાનો પ્રયત્ન કર્યો હતો. જ્યારે બારડોલી નજીક બૂટલેગરે બાઈકને અડફેટે લીધી હતી. આ બંને ઘટનામાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.
મળતી માહિતી પ્રમાણે તાપી જિલ્લાના સોનગઢ તાલુકમાં આવેલા મૈયાલી ગામમાં બૂટલેગરો બેફામ બન્યા હોવાની ઘટના શનિવારે મોડી સાંજે બની હતી. મળતી માહિતી પ્રમાણે ખાનગી કારમાં તાપી ડીવાયએસપી કચેરીના અધિકારીઓ ખાનગી કારમાં બૂટલેગરના ત્યાં રેડ પાડવા માટે ગયા હતા. જોકે, ઉશ્કેરાયેલા બૂટલેગરોએ પોલીસ અધિકારીઓ ઉપર હુમલો કર્યો હતો. આ ઉપરાંત ડીવાયએસપી કચેરીમાં ફરજ બજાવતા જમાદારને કેરોસીન છાંટીને સળગાવવાનો પ્રયત્ન કર્યો હતો. આ ઉપરાંત પોલીસ અધિકારીઓ જે કારમાં આવ્યા હતા એ કારને પણ બૂટલેગરોએ સળગાવી દીધી હતી.