આજે તાપી જિલ્લા માં યોજાયેલ મોન્સૂન હાફ મેરેથોન દોડ દરમિયાન સુરતના એક દોડવીર યુવકનું 21 કિલોમીટરની દોડ દરમ્યાન અચાનક મોત નિપજયું હતું, જેને પગલે દોડવીરો સહિત મૃતકના પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઇ હતી. (નરેન્દ્ર ભુવેચિત્રા, તાપી)
2/ 7
તાપી જિલ્લાના વ્યારા ખાતે રોટરી કલબ અને તાપી રેસર ગ્રૂપ દ્વારા આજે મોન્સૂન હાફ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 1200 જેટલા દોડવીરો ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યોમાંથી આવી ભાગ લીધો હતો.
3/ 7
આ દરમિયાન 21 કોલોમીટરની દોડમાં સુરતના 35 વર્ષીય યુવક પાર્થ રાંદેરીએ પણ ભાગ લીધો હતો. જેની દોડ પુરી થવાના અમુક જ મીટર બાકી હતી. અને તે અચાનક ઢળી પડ્યો હતો.
4/ 7
તેને સારવાર માટે વ્યારા સિવિલ હોસ્પિટલ ખસેડતા તેનું મોત નીપજ્યું હતું.
5/ 7
જેના પીએમ કરાવ્યા બાદ મૃતકના વિશેરાને વધુ તપાસ માટે સુરત મોકલવામાં આવ્યા છે.
6/ 7
પોલીસે હાલ અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
7/ 7
પોતાના સાથી ખેલાડી મોત થતા દોડવીરોમાં શોકની લાગણી ફેલાઇ હતી.