Home » photogallery » south-gujarat » PM Modi In Tapi: ઢળતી સાંજે વડાપ્રધાન તાપી પહોંચ્યા, ગુણસદા ગામે લાખોની જનમેદનીને સંબોધન કર્યુ; કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા

PM Modi In Tapi: ઢળતી સાંજે વડાપ્રધાન તાપી પહોંચ્યા, ગુણસદા ગામે લાખોની જનમેદનીને સંબોધન કર્યુ; કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા

PM Modi In Tapi: વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ ગુજરાતના બે દિવસીય પ્રવાસે છે. ત્યારે તેઓ ઢળતી સાંજે તાપી જિલ્લાના ગુણસદા ગામે પહોંચ્યા હતા અને ત્યાં જાહેરસભાને સંબોધન કર્યુ હતુ. અહીં તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા.

विज्ञापन

  • 17

    PM Modi In Tapi: ઢળતી સાંજે વડાપ્રધાન તાપી પહોંચ્યા, ગુણસદા ગામે લાખોની જનમેદનીને સંબોધન કર્યુ; કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા

    તાપીઃ ઢળતી સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તાપી જિલ્લાના ગુણસદા ગામે પહોંચ્યા હતા અને જાહેરસભાને સંબોધન કર્યુ હતુ.

    MORE
    GALLERIES

  • 27

    PM Modi In Tapi: ઢળતી સાંજે વડાપ્રધાન તાપી પહોંચ્યા, ગુણસદા ગામે લાખોની જનમેદનીને સંબોધન કર્યુ; કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા

    આ પ્રસંગે મધ્ય પ્રદેશના રાજ્યપાલ મંગુભાઈ પટેલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં 2192 કરોડ રૂપિયાનાં જનહિતલક્ષી કાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યુ હતુ.

    MORE
    GALLERIES

  • 37

    PM Modi In Tapi: ઢળતી સાંજે વડાપ્રધાન તાપી પહોંચ્યા, ગુણસદા ગામે લાખોની જનમેદનીને સંબોધન કર્યુ; કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા

    તેમાં સાપુતારાથી સ્ટેચ્યૂ ઓફ યુનિટીના હાઇવે સહિત દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારમાં રોડ-રસ્તા, વીજળી અને પાણી પુરવઠાને અનુલક્ષીને અનેક વિકાસના કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યુ હતુ.

    MORE
    GALLERIES

  • 47

    PM Modi In Tapi: ઢળતી સાંજે વડાપ્રધાન તાપી પહોંચ્યા, ગુણસદા ગામે લાખોની જનમેદનીને સંબોધન કર્યુ; કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા

    આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોટી સંખ્યામાં હાજર લોકોને સંબોધન કર્યુ હતુ અને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા.

    MORE
    GALLERIES

  • 57

    PM Modi In Tapi: ઢળતી સાંજે વડાપ્રધાન તાપી પહોંચ્યા, ગુણસદા ગામે લાખોની જનમેદનીને સંબોધન કર્યુ; કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા

    વડાપ્રધાને કહ્યુ હતુ કે, ‘કોંગ્રેસ હંમેશા ચૂંટણી પહેલાં જૂઠ્ઠા વાયદા કરતી હતી અને જીતી ગયા પછી એ વાયદાઓ ભૂલી જવાના. જ્યારે અમારો આદિવાસી સમાજ આગળ વધે તે માટે અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. એકબાજુ કોંગ્રેસની સરકાર આદિવાસી સમાજની પરંપરાઓની ઠેકડી ઉડાડતી, તેમની મજાક ઉડાવતી હતી. હું કોઈ ભાષણમાં આદિવાસી પાઘડી પહેરું તો મારોય મજાક ઉડાવતા, ઠેકડી કરતા. કોંગ્રેસે રાજકીય લાભ કરવા ખાતર મજાક ઉડાવી છે તેનો સમય આવ્યે આદિવાસીઓ હિસાબ ચૂકતે કરશે.’

    MORE
    GALLERIES

  • 67

    PM Modi In Tapi: ઢળતી સાંજે વડાપ્રધાન તાપી પહોંચ્યા, ગુણસદા ગામે લાખોની જનમેદનીને સંબોધન કર્યુ; કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા

    તેમણે કોંગ્રેસની સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યુ હતુ કે, ‘કોંગ્રેસની સરકાર આદિવાસીએ બનાવેલી ચીજવસ્તુઓનું મૂલ્ય ન સમજતા નહોતા. જ્યારે અમારા માટે તો વનધનની તાકાત જ મહત્ત્વની છે અને અમને દુનિયામાં બજારોમાં ભાવ મળે તેની ચિંતા છે. અમે કોઈપણ સરકાર કરતાં વધુ સમર્પિત રહીને આદિવાસીઓને પ્રધાન્ય આપીને કામ કરી રહ્યા છીએ. કોંગ્રેસે આદિવાસી ભાઈ-બહેનોના જીવનની મુસીબતો ઓછી કરવાની ચિંતા ન કરી અને અમે સારામાં સારી સુવિધા આપવા માટે હંમેશા કામ કરતા હોઈએ છીએ.

    MORE
    GALLERIES

  • 77

    PM Modi In Tapi: ઢળતી સાંજે વડાપ્રધાન તાપી પહોંચ્યા, ગુણસદા ગામે લાખોની જનમેદનીને સંબોધન કર્યુ; કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા

    તેમણે વધુમાં કહ્યુ હતુ કે, ‘આદિવાસી ભગવાન બિરસા મુંડાએ જિંદગી ખપાવી દીધી. પહેલાંની સરકારે તેમને ભૂલાવી દીધા છે. અમારી સરકારે 15મી નવેમ્બરે આદિવાસી બિરસા મુંડા દિવસ ઉજવવાનું નક્કી કર્યુ છે. જ્યાં સુધી અટલજીની સરકાર ના બની ત્યાં સુધી આદિવાસી માટે મંત્રાલય નહોતું. પછી દિલ્હીમાં અલગ મંત્રાલય બન્યું. કોંગ્રેસવાળાને આ કામ ક્યારેય સૂઝ્યું નહોતું. વીસ વર્ષ પહેલાં અલગ બજેટ અને અલગ મંત્રાલય બન્યું.’

    MORE
    GALLERIES