હેમંત ગામિત, વ્યારાઃ સોનગઢ (Songadh) ખાતે વૃદ્ધ મહિલાની સિમેન્ટના પાઇપમાં સળગેલી (woman found dead) અવસ્થામાં લાશ મળી આવતા ચકચાર મચી હતી. સોનગઢ ખાતે બાપાસીતારામ નગરમાં બીમારીથી કંટાળી વૃદ્ધ મહિલાએ સિમેન્ટના પાઇપમાં ઘૂસીને પોતે આગ ચાંપી આત્મહત્યા (suicide) કરી લેતાં પોલીસે ઘટના પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સોનગઢ પોલીસ સ્ટેશનથી મળતી માહિતી મુજબ આજ રોજ સવારે આશરે સાડા નવ વાગ્યાના અરસામાં તાપી જિલ્લાના સોનગઢના બાપાસીતારામ નગર ફળિયામાં રહેતા રતીલાલભાઇ નામદેવભાઇ પારધી (રહે. સોનગઢ બાપા સીતારામ નગર તા-સોનગઢ જી-તાપી) જેઓ તેમની માતાજી શકુંતલાબેન નામદેવભાઇ પારધી આશરે ઉ.વ.૯૦ રહેવાસી- બાપાસીતારામ નગર સોનગઢ તા.સોનગઢ જિ.તાપીના સાથે રહેતા હતા.
રતીલાલભાઇના માતાજી છેલ્લા આશરે એકાદ માસથી બિમાર રહેતા હોય અને પંદરેક દિવસથી જમતા ન હોય. અને અવાર-નવાર રતીલાલભાઇને બિમારીથી કંટાળી ગયેલ છું અને મારે જીવવું નથી મારે મરી જવું છે તેમ કહેતાં હતાં અને આજરોજ સવારે તેમનો પુત્ર સોનગઢ બજારમાં શાકભાજી લેવા ગયો હતો તે વખતે શકુંતલાબેન ઘરે એકલા હતા અને તે દરમ્યાન તેમના ઘરની સામે રોડની સાઇડમાં પડેલ સિમેન્ટનાં ભુંગળામાં જઇ જાતે પોતે પોતાનાં શરીરે આગ ચાપી લેતા શરીરે ગંભીર રીતે દાઝી જવાથી શકુંતલાબેનનું મોત નીપજ્યું હતું.
તાપીના સોનગઢ ખાતે વૃદ્ધ મહિલાની સિમેન્ટના પાઈપમાંથી અર્ધ સળગેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. સોનગઢ ખાતે બાપાસીતારામ નગરમાં લાંબા સમયથી બીમાર વૃદ્ધ મહિલાએ સિમેન્ટના પાઇપમાં ઘૂસીને પોતે આગ ચાંપી આત્મહત્યા કરી હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. ઘટનાની જાણ પોલીસને થતાં ઘટના સ્થળે પોલીસ દોડી આવી હતી.
અને રતીલાલભાઇના માતાજી છેલ્લા આશરે એકાદ માસથી બિમાર રહેતા હોય અને પંદરેક દિવસથી જમતા ન હતા અને અવાર-નવાર રતીલાલભાઇને બિમારીથી કંટાળી ગયેલ છું અને મારે જીવવું નથી મારે મરી જવું છે તેમ કહેતાં હતાં અને ગત સોમવારના રોજ સવારે તેમનો પુત્ર સોનગઢ બજારમાં શાકભાજી લેવા ગયો હતો તે વખતે શકુંતલાબેન ઘરે એકલા હતા.