હેમંત ગામિત, તાપીઃ તાપી જિલ્લાના (tapi jilla) કુકરમુંડા તાલુકાના મોરંબા ગામના (moramba villag) વચલા ફળિયાના રહેતા ખેત-મજૂરી કરીને કુટુંબ પરિવારનું જીવન ગુજરાન ચલાવનાર રૂપસિંગભાઇ રાન્યાભાઇ વળવી (ઉ.વ.આ 45 રહે.મોરંબા)ને ગતરોજ મોડી સાંજે પાડોશીઓ અજબસિંગભાઇ રામાભાઇ વળવી,વિશાલભાઇ અજબસિંગભાઇ વળવી અને અરુણાબેન અજબસિંગભાઇ વળવી વગેરેએ ઢીકા મુક્કીનો મારમારી (man murder by beats) અને પકડીને જમીન ઉપર પછાડી દેતા મોત નિપજાવ્યૂ હોવા અંગેની ફરિયાદ મરણ જનારની પત્નીએ નિઝર પોલીસ સ્ટેશનમાં (Nizar police station) નોંધાવી છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર કુકરમુંડા તાલુકાના મોરંબા ગામના વચલું ફળિયાના રહેવાસી ખેત-મજૂરી કરીને કુટુંબ પરિવારનું જીવન ગુજરાન ચલાવનાર 45 વર્ષીય રૂપસિંગભાઇ રાન્યાભાઇ વળવીને પાડોશના રહેવાસીઓ અજબસિંગભાઇ રામાભાઇ વળવી, વિશાલભાઇ અજબસિંગભાઇ વળવી અને અરુણાબેન અજબસિંગભાઇ વળવી નાઓએ ફરિયાદીને જણાવેલ કે "તું મારી પતિ સાથે કેમ સંબંધ રાખી વાતચીત કરે છે" તેવું કહેતા મરણ જનાર સ્થળ ઉપર જ હાજર હોય તે દરમ્યાન ત્રણે આરોપીઓએ ઢીકા મુક્કીનો માર મારી જતા રહયા હતા.