આ અકસ્માતની ઘટના નડીયાદની ડબાણ ચોકડી નજીક સર્જાઈ હતી. સૂત્રો અનુસાર, રિક્ષા ચાલક સીએનજી પંપ પર ગેસ પુરાવા માટે રોંગ સાઈડના રોડ પર જતા કાર ચાલકે ટક્કર મારી હતી, જેમાં બે મહિલાના સ્થળ પર મોત થયા હતી. આ ઘટનાની જાણ થતા પોલીસ સ્થળ પર આવી પહોંચી હતી, અને ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પોલીસે આ મામલે અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બીજી બાજુ તાપી જીલ્લામાં કાર ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા ગમખ્વાર અકસ્માત સર્જાયો છે, જેમાં ત્રણ યુવકના મોત થયા છે, અને ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, તાપિ જિલ્લાના વાલોદ બાજીપુરા હાઈવે પર કાર ચાલકે સ્ટેરિંગ પર કાબુ ગુમાવતા કાર કાર પલટી મારી ગઈ હતી, આ અકસ્માત એટલો ગંભીર હતો કે, ત્રણ યુવકના સ્થળ પર જ મોત થયા હતા, જ્યારે અન્ય ત્રણ યુવકને ગંભીર ઈજાઓ પહોંચી હતી.