ગુજરાતમાં કાર અકસ્માત બાદ કારમાંથી વિદેશી દારુ મળવાની ઘટનાઓ છાસવારે બનતી રહે છે. દક્ષિણ ગુજરાતમાં આવેલા તાપી સોનગઢ ચેકપોસ્ટ પાસે ઇનોવા કારમાં આગ લાગી હતી. ત્યારે કારનું બોનેટ ખોલીને જોતા કારમાંથી વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. દારૂની બોટલો મળી આવતા કાર ચાલક કાર મુકીને ત્યાંથી ફરાર થઇ ગયો હતો. આ અંગે જાણ થતાં પોલીસ ઘટના સ્થળે આવીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. (નરેન્દ્ર બહુચિત્રા, તાપી)