હેમંત ગામીત, વ્યારાઃ આગામી દિવસોમાં ગણેશચતુર્થીનો (Ganeshchaturthi) તહેવાર આવનારો છે. ત્યારે શ્રદ્ધાળુઓ ગણેશજીની સ્થાપના (Ganesh sthapana) કરવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ સમયમાં માર્કેટમાં પીઓપી (Ganesh POP murti) અને અન્ય કેમિકલ યુક્ત ગણેશની મુર્તીઓ પણ મળી રહી છે. ત્યારે વ્યારાનાં (vyara news) બોરખડી ગામની સખી મંડળની (Borkhadi village sakhi mandal) આદિવાસી બહેનોએ (trible women) નારિયેળના રેસામાંથી ઇકોફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિઓ (Eco-friendly Ganesha statue from coconut fiber) બનાવી છે. ગણેશ ચતુર્થીના તહેવારને (Festival of Ganesh Chaturthi) ધ્યાનમાં લઇ ગણેશજીની મૂર્તિ બનાવી તેનું વેચાણ કરી અન્ય લોકોને તાલીમ આપીને તેમાંથી આવક મેળવવા સખી મંડળની બહેનો સતત પ્રયત્નશીલ..
વ્યારાનાં બોરખડી ગામની આદિવાસી બહેનો કૃષિ વિજ્ઞાન કેન્દ્ર થકી તાલીમ મેળવીને નારિયેળીના રેસામાંથી વિવિધ ચીજવસ્તુ બનાવી રહી છે. હાલ ગણેશ ચતુર્થીનો તહેવાર આવી રહ્યો છે. ત્યારે આ સખી મંડળની બહેનોએ સાથે મળીને નારિયેળીનાં રેસામાંથી ખુબજ આકર્ષક ઇકો ફ્રેન્ડલી ગણેશજીની જાત જાતની અવનવી ડિઝાઇનની પ્રતિમાઓ બનાવી રહી છે.
વ્યારાના બોરખડી ગામની ગરીબ આદિવાસી મહિલાઓએ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વ્યારાના સહયોગથી આગવું કૌશલ્ય મેળવ્યું છે. નારિયેળીના રેસાઓમાંથી અવનવી ચીજો બનાવવાની મહારત હાંસલ કરી છે ત્યારે હાલ ગણેશ ચતુર્થીને ધ્યાનમાં લઈ સખી મંડળની બહેનો ઇકો ફ્રેન્ડલી ગણેશની સુંદર પ્રતિમાઓનું નિર્માણ કર્યું છે. જે ગણેશ ભક્તોને ખુબજ આકર્ષિત કરી રહી છે.