તાપી જિલ્લાના વ્યારા માંડવી રોડ ઉપર બસ અને પીકઅપ વાન વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેના પગલે બે બાળકીના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા. જ્યારે 10થી વધારે લોકોને ઇજાઓ પહોંચતા તેમને વ્યારા જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે એક બાળકી ગંભીર હોવાથી તેને સુરત હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. (નરેન્દ્ર ભુવચેત્રા, તાપી)